ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસરથી 294 ગામોમાં વીજપુરવઠો બંધ - Power supply off in Kutch

કચ્છ જિલ્લામાં ચક્રવાતની અને ડીપ ડિપ્રેશનની અસર થઇ છે. છેલ્લા 5 દિવસોથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ ભારે પવન પણ ફૂંકાયો હતો. જેના પગલે જિલ્લામાં ઠેર ઠેર PGVCLના થાંભલાઓ ધ્વસ્ત થયા હતા. ત્યારે સબ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ જતા PGVCL ને ભારે નુકસાન પહોંચ્યું છે.

કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસરથી 294 ગામોમાં વીજપુરવઠો બંધ
કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસરથી 294 ગામોમાં વીજપુરવઠો બંધ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2024, 7:23 PM IST

કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસરથી 294 ગામોમાં વીજપુરવઠો બંધ (Etv Bharat Gujarat)

કચ્છ:જિલ્લામાં ચક્રવાતની અને ડીપ ડિપ્રેશનની અસર થઇ છે. છેલ્લા 5 દિવસોથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ ભારે પવન પણ ફૂંકાયો હતો. જેના પગલે જિલ્લામાં ઠેર ઠેર PGVCLના થાંભલાઓ ધ્વસ્ત થયા હતા. ત્યારે સબ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ જતા PGVCL ને ભારે નુકસાન પહોંચ્યું છે. વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ત્યારે હજી પણ જિલ્લામાં 294 જેટલા ગામો વીજ પુરવઠા વિનાના છે. જેમાં તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરવા PGVCLની ટીમ કાર્યરત હોવાનું PGVCLના અધિકારીએ જણાવ્યું હતું.

294 ગામોમાં હજુ પણ વીજપુરવઠો બંધ: જિલ્લામાં ભારે વરસાદના પગલે ભુજ PGVCL સર્કલ અંતર્ગત આવતા 6 તાલુકાઓ ભુજ, અબડાસા, માંડવી, મુન્દ્રા, અબડાસા અને લખપતમાં સમાવિષ્ટ 742 જેટલા ગામો પૈકી લગભગ તમામ ગામોમાં છેલ્લા 2 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો હતો જેના કારણે મોટું નુકસાન ગયું છે. પરંતુ યુધ્ધના ધોરણે ભુજ PGVCL કચેરીની 84 ટીમો, 10 ટીમો ઉત્તર ગુજરાતની, 10 ટીમો ભાવનગરથી, 10 ટીમો સુરેન્દ્રનગરથી મળીને અન્ય કુલ 41 ટીમો બહારની મળીને કામ કરી રહી છે. જેના થકી 742 ગામો પૈકી 294 ગામોમાં હજુ પણ વીજપુરવઠો બંધ છે.જેને તાત્કાલિક શરૂ કરવા માટે પ્રયત્નો ચાલુ છે.

629 જેટલા થાંભલાઓ પડી ગયા:વાવાઝોડા કારણે ભુજ PGVCL સર્કલ અંતર્ગતના 629 જેટલા થાંભલાઓ પડી ગયા છે. 10 જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી ગયા છે. આ તમામ ફરીથી ઉભુ કરવા માટે કોન્ટ્રાકટરોની 37 જેટલી ટીમ કામે લગાડવામાં આવી છે. કચ્છ જિલ્લામાં માંડવી અને મુન્દ્રા તાલુકામાં વધારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે વરસાદના પાણીમાં લાઈનો પડી ગઈ છે અથવા તો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હાલમાં PGVCL ના કર્મચારીઓ દોરડાઓના મદદથી તેમજ બોટ બનાવીને વીજ પુરવઠો ફરી સ્થાપિત કરવા માટે જોખમ લઈને પણ પ્રયત્ન કરી રહ્યા છે. જેથી કરીને હવે માટે 294 ગામોમાં જ પુરવઠો બાકી છે.

66 KVનું સબ સ્ટેશન પાણીમાં ગરકાવ: ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતેના 66 KVના સબસ્ટેશનમાં પણ ભારે પાણી ભરાઈ જતા નુકસાન થયું છે. આ સબ સ્ટેશનમાંથી મુખ્યત્વે મુન્દ્રાના 150 થી 200 જેટલા ઉદ્યોગિક એકમોને વીજ સપ્લાય થતો હતો. જેથી આ સબસ્ટેશનમાં ભારે પાણી ભરાતા ઉદ્યોગો લાઇટ વગર ઠપ થઈ ગયા છે. 66 KVના સબ સ્ટેશનના 11 જેટલા ફીડરની લાઇન થાપ થઈ ગઈ છે. જેથી મુન્દ્રા તાલુકાના નાના કપાયા,પ્રતાપપર, નાના બોરાણા , વાંઢ ગામોમાં પણ વીજપુરવઠો બંધ છે. 2 દિવસથી આ 66 KVનું સબ સ્ટેશન પાણીમાં ગરકાવ હોતા વિવિધ સપ્લાયને પણ અસર થઈ છે. યુદ્ધના ધોરણે પાણી ઉચવાની કામગીરી ચાલી રહી છે. જેમ પાણીના સ્તર નીચે બેસે તેમ વીજ પુરવઠો ફરીથી ચાલુ કરવામાં આવશે.

  1. રાજકોટમાં હત્યાની કોશિશ કરનારા આરોપીનું A ડિવિઝન પોલીસ મથકમાં બેભાન થવાથી મોત - Custodial Death
  2. જામનગરમાં વરસાદના લીધે પાક બળી ગયો, ખેડૂતોએ વળતરની કરી માંગ - flood destroyed crops

ABOUT THE AUTHOR

...view details