નવી દિલ્હી: દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુજરાતમાં સુરત સુધી 1500 કિલોમીટરનો પીછો કરીને દિલ્હીના બાદલીમાં બળાત્કાર કેસના આરોપી એવા 25 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, કેસ નોંધાયા બાદથી આરોપી ફરાર હતો.
હાલના કેસમાં આરોપી સામે જાહેરનામાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. આરોપીને NR-I ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 1500 કિલોમીટર સુધીનો પીછો કર્યા બાદ સુરતથી પકડી પાડવામાં આવ્યો હતો.
વિશ્વાસુ યુવકે જ યુવતીની લાજ લૂંટી
આ અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે, "પીડિતા યુવતીને બગવાન પુરામાં સાથે કામ કરતા એક કર્મચારી સાથે મિત્રતા હતી. વિશ્વાસના બહાના હેઠળ, આરોપીએ નશીલો પદાર્થ યુવતીને પીવડાવ્યો હતો અને તેના અંગત ફોટો અને વીડિયો કેપ્ચર કરીને જાતીય શોષણ કર્યું હતું. તેણે આ રેકોર્ડિંગ્સનો ઉપયોગ પીડિતાને બ્લેકમેલ કરવા માટે કર્યો હતો અને પીડિતાને વધુ શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કરતો હતો. જોકે પીડિતાએ હિંમત એકઠી કરીને પોલીસને આ બાબતની જાણ કરી, જેના કારણે PS SP બદલીમાં કેસ નોંધવામાં આવ્યો હતો."