દમણમાં ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલનો લોકસંપર્ક દમણ :સામાન્ય લોકસભા ચૂંટણી 2024 માટે આચાર સંહિતા લાગુ પડી ગઈ છે. દરેક પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કર્યા છે. દમણ દિવ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પણ સૌ પહેલા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. હવે મોટી દમણ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.
લોકસભા ચૂંટણી પ્રચાર :સામાન્ય લોકસભા ચૂંટણી 2024 માટે દમણ-દીવની સીટ પર ભાજપે 3 વખતના સીટીંગ સાંસદ લાલુભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. હાલમાં ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે. તો લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે મોટી દમણ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો.
દમણ નગરપાલિકા વિસ્તારમાં લોકસંપર્ક :ભાજપના કાર્યકરો સાથે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી રહેલા લાલુભાઈ પટેલે જણાવ્યું હતું. કે, ચોથી વાર ભાજપે તેમને ટિકિટ આપ્યા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જેમાં સૌ પ્રથમ દમણ-દીવની ગ્રામ પંચાયતના ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. જે બાદ હવે દમણ નગરપાલિકા વિસ્તારમાં આવતી મોટી દમણ નગરપાલિકા વિસ્તારમાં પ્રચારનો પ્રારંભ કર્યો છે.
ડોર ટુ ડોર પ્રચાર : મોટી દમણ નગરપાલિકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ સાથે દમણ નગરપાલિકા પ્રમુખ, સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અને કાર્યકરો જોડાયા હતા. શહેરી વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારમાં પણ ગ્રામ્ય વિસ્તારની જેમ મતદારોનો સારો રિસ્પોન્સ મળ્યો હોવાનું જણાવ્યું હતું.
સ્થાનિક જનતાનો સહયોગ :ઉલ્લેખનીય છે કે, સામાન્ય લોકસભા ચૂંટણી 2024 માટે દરેક પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે. તેમાં દમણ-દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ સાથે ચૂંટણી પ્રચારમાં કાર્યકરો અને સ્થાનિક વેપારીઓ જોડાયા હતા. ચૂંટણી પ્રચાર અભિયાનમાં ઉદ્યોગકારો અને વાપી નગરપાલિકાના સભ્ય પણ દમણ આવ્યા હતા. જેઓએ પણ લાલુભાઈ માટે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો.
- Loksabha Election 2024: ભાજપના ઉમેદવાર લાલુ પટેલે દમણમાં ચૂંટણી પ્રચારના 'શ્રી ગણેશ' કર્યા
- Daman-Diu Loksabha: લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં પ્રથમ વિજયી બેઠક દમણ-દીવની હશે - લાલુ પટેલ, ભાજપ ઉમેદવાર