ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટાઉદેપુરની 13 વર્ષની વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલાં કર્યાની ફરિયાદ, ફરાર શિક્ષક ઝડપાયો

કિશોરીના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાવી પોલીસ ફરિયાદ... WOMAN SAFETY IN GUJARAT

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : 7 hours ago

છોટાઉદેપુરઃછોટાઉદેપુરની એક શાળામાં ગતરોજ શનિવારે એક શરમજનક ઘટના બન્યાની ફરિયાદ નોંધાઈ છે. અહીંની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શખ્સ સામે કિશોર વિદ્યાર્થિનીને અડપલાં કર્યાની ફરિયાદ કિશોરીના પિતાએ નોંધાવી છે. છોટાઉદેપુર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે. પોલીસે આ શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરીને આખરે આ શખ્સની ધરપકડ કરી લીધી છે.

ઉલ્લેખનિય છે કે, છોટાઉદેપુર ખાતે આવેલી એક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીર વયની કિશોરી સાથે વર્ગખંડના શિક્ષક સંજય પારેખે શારીરિક હડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ પ્રમાણે શિક્ષકે તેણી સાથે અયોગ્ય માંગણી કરી હતી. કિશોરીને સંજયે એવું કહ્યું કે, તને પૈસા આપીશ. આવી વાત કરતા ભોગ બનનાર સગીરાએ ના પાડી હતી. જેથી શિક્ષકે ભોગ બનનારનો હાથ પકડી શારીરિક અડપલાં કર્યા હતા અને ધમકી આપી હતી કે તું આ વાત તારા ઘરે કરીશ તો તારા ફોટા હોસ્ટેલમાં મોકલી આપીશ.

આ વાત જ્યારે કિશોરીના પિતાની જાણકારીમાં આવી તો તેમણે આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે પણ આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને સગીરાના પિતાએ કરેલી ફરિયાદને આધારે આરોપીની શોધખોળ શરુ કરી હતી. જોકે પ્રારંભીક ધોરણે શિક્ષક હાથે લાગ્યો ન હતો પરંતુ આખરે થોડા જ સમયમાં પોલીસ આ શખ્સ સુધી પહોંચી ગઈ હતી અને તેની ધરપકડ કરી હતી.

આ અંગે છોટાઉદેપુરના પોલીસ ઈન્સપેક્ટર એસ બી વસાવાએ જણાવ્યું કે, છોટાઉદેપુરની એક શાળામાં વિદ્યાર્થિની સાથે આરોપી સંજય પારેખ કે જે ત્યાં શિક્ષક તરીકે ફરજ નિભાવે છે તેમણે અયોગ્ય માગણી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ વિદ્યાર્થિનીને કિસ નહીં કરવા દે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેને લઈને પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

આ અંગે પીડિતાએ કહ્યું કે, આ શિક્ષકે આવું એક વાર નહીં પણ અગાઉ પણ કર્યું હતું. બે વાર અગાઉ મારી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. જેને કારણે પહેલા તો મેં ડરને કારણે મામલા અંગે કાંઈ કાર્યવાહી કરવાનું પગલું ભર્યું ન હતું પરંતુ આખરે હવે ન્યાય માટે પોલીસ ફરિયાદ કરી છે. આ શખ્સને સજા થવી જોઈએ.

  1. સુરતમાં એક સાથે આઇસ્ક્રીમ ખાધા બાદ તાપણું કરતી 3 બાળકીના ટપોટપ મોત, કારણ હજુ અકબંધ
  2. 'ભારતની નદીઓની સ્થિતિ ગંભીર છે': વોટરમેન ઓફ ઈન્ડિયા રાજેન્દ્ર સિંહ

ABOUT THE AUTHOR

...view details