ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ લીધા - CM Bhupendra Patel birthday - CM BHUPENDRA PATEL BIRTHDAY

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીકના કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. CM Bhupendra Patel met Jain Acharya Shri Padmasagar Surishwarji

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ લીધા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ લીધા (માહિતી વિભાગ ગુજરાત સરકાર)

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 2:24 PM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીકના કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ લીધા (માહિતી વિભાગ ગુજરાત સરકાર)

કોબા ખાતે આ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જૈનાચાર્ય શ્રીપદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પ્રેરણા અને માર્ગદર્શનમાં કાર્યરત થયેલું છે .

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ લીધા (માહિતી વિભાગ ગુજરાત સરકાર)

આ જૈન તીર્થ ક્ષેત્રમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે તેમના વ્યાખ્યાનનું મુખ્યમંત્રીશ્રીએ જૈનધર્મી શ્રાવક ભાઈઓ બહેનો સાથે બેસીને શ્રવણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ લીધા (માહિતી વિભાગ ગુજરાત સરકાર)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તો પ્રભુ પ્રાપ્તિનું જ હોય છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ લીધા (માહિતી વિભાગ ગુજરાત સરકાર)

એ માટેનો માર્ગ સંત શક્તિના આશીર્વાદ અને તેમના વ્યાખ્યાન શ્રવણથી વધુ સરળ બને છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ તથા જૈનાચાર્યો, સંતવર્યો અને શ્રાવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ABOUT THE AUTHOR

...view details