ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે ચૂંટણી પંચ કરી શકે છે અગત્યની જાહેરાત, જૂનાગઢમાં એક વર્ષથી ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી થવાની શક્યતા નહિવત - JUNAGADH VISAVADAR ELECTION

આજે ચૂંટણી પંચ મહારાષ્ટ્ર-ઝારખંડની ચૂંટણીની તારીઓ જાહેરાત કરી શકે છે. ત્યારે જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની શક્યતા નહિવત જોવા મળે છે.

જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી
જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2024, 12:51 PM IST

જૂનાગઢ: આજે ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડની સામાન્ય વિધાનસભાની ચૂંટણીઓને લઈને તારીખોની જાહેરાત થઈ શકે છે. આ વચ્ચે પાછલા એક વર્ષથી ખાલી પડેલી જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ઇલેક્શન પિટિશનને ધ્યાને રાખીને જાહેર થવાની શક્યતાઓ નહીંવત જોવા મળી રહી છે.

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થશે:આજે ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની સાથે કેટલાક રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભાની પેટા ચૂંટણીઓની જાહેરાત થવાની સંભાવના ઊભી થઈ છે. ચૂંટણી પંચ દ્વારા આજે બપોર બાદ કોઈ પણ સમયે પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્ર અને ઝારખંડની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરશે, ત્યારે પાછલા એક વર્ષ કરતાં વધુ સમયથી ખાલી પડેલી જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાતને લઈને આજે પણ સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે.

વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી થવાની શક્યતા નહિવત (Etv Bharat Gujarat)

વિસાવદર વિધાનસભા બેઠક: વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી બાદ વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી વિજેતા થયા હતા. ત્યારબાદ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને 2022ની વિધાનસભાની ચૂંટણી લડેલા હર્ષદ રીબડીયાએ તેમની હાર બાદ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય પર ચૂંટણીમાં ગેરરીતી આચરીને વિજય થયા છે. તે પ્રકારની ઇલેક્શન પિટિશન ફાઈલ કરી હતી જે આજે પણ ગુજરાત હાઇકોર્ટમાં વિચારાધીન છે. જેને લઈને વિસાવદર વિધાનસભા બેઢકની પેટા ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા નહિવત જોવા મળે છે.

સમગ્ર મામલો રાજ્યની વડી અદાલતમાં વિચારધિન:વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત થયેલા ભાજપના હર્ષદ રીબડીયાએ જે ઇલેક્શન પિટિશન રાજ્યની વડી અદાલતમાં દાખલ કરી છે, તે આજે પણ વિચારાધીન છે. કાશ્મીર અને હરિયાણાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી વખતે પણ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થાય તેને લઈને કેટલાક પક્ષો દ્વારા રાજ્યની વડી અદાલતમાં દાદ માંગવામાં આવી હતી કે,'ચૂંટણી પંચ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરે પરંતુ કોર્ટે સમગ્ર મામલો ન્યાયતંત્રમાં વિચારાધીન હોય જેથી ચૂંટણી પંચને કોઈ પણ પ્રકારનો આદેશ આપી શકે નહીં તે પ્રકારનો નિર્ણય પણ જણાવ્યો હતો.'

અરજી પરત ખેંચે તો મામલો બને સરળ:પરાજય બાદ રાજ્યની વડી અદાલતમાં ઈલેક્શન પિટિશન કરનાર પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા કરવામાં આવેલી ઇલેક્શન પીટીશન સ્વયં પરત ખેંચે તો સમગ્ર મામલો સરળ બની શકે છે. ચૂંટણી પંચ પણ ઇલેક્શન પિટિશનને લઈને કોઈ પણ મામલો દેશના ન્યાયતંત્રમાં વિચારાધીન હોય આવી પરિસ્થિતિમાં કોઈપણ બેઠકની ચૂંટણી કે પેટા ચૂંટણી જાહેર કરતું નથી.

ઇલેક્શન પિટિશનને કારણે પેટા ચૂંટણીમાં અનેક વિધ્નો: અગાઉ etv ભારતે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે,'હવે જ્યારે ભુપત ભાયાણી પણ ધારાસભ્ય નથી તો આવી પરિસ્થિતિમાં ઇલેક્શન પીટીશનનું કોઈ મહત્વ રહેતું નથી. તેવો પ્રત્યુતર પણ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,'લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે જ વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણીએ પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારથી વિસાવદર વિધાનસભાની બેઠક ખાલી પડેલી છે પરંતુ ઇલેક્શન પિટિશનને કારણે પેટા ચૂંટણી આડે અનેક વિઘ્નો આવી રહ્યા છે.'

આ પણ વાંચો:

  1. આજે મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે, વાવ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે
  2. રાજકોટ TRP ગેમઝોન ઘટનામાં તત્કાલીન TPO મનસુખ સાગઠીયા જામીન અરજી ના મંજુર

ABOUT THE AUTHOR

...view details