ETV Bharat / state

વલસાડમાં ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો, તપાસના તાર સુરત સુધી પહોંચ્યા - VALSAD CRIME

વલસાડ જિલ્લાના ભાગડાવાડા ગામમાં SOG પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં એક આરોપી ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે.

વલસાડમાં ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
વલસાડમાં ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2024, 3:03 PM IST

વલસાડ : હાલમાં જ વલસાડ SOG પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેચાણ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના ભાગડાવાડા ગામમાં ગ્રીનપાર્ક સોસાયટીમાં દરોડા પાડી ભાડે રહેતા મહંમદ હસીબ સાહિર સાહબ કાઝી નામના આરોપીને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

ભાગડાવાડા ગામે પોલીસ રેઈડ : ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના PI એ. યુ. રોજના જણાવ્યા અનુસાર પૂર્વ બાતમીના આધારે પોલીસે ગ્રીન પાર્કમાં રેડ કરી હતી. જે બાદ પોલીસને ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, આ જથ્થો મળ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેની સાથે અન્ય કેટલા ઈસમો જોડાયા છે તે અંગેની પણ તલસ્પર્શી તપાસ કરવામાં આવશે.

ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ
ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ (ETV Bharat Gujarat)

ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ : વલસાડ SOG પોલીસ આરોપી પાસેથી 3.617 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો છે, જેની બજાર કિંમત રૂ. 36,000 છે. આ ઉપરાંત ગાંજાના વેચાણમાંથી મેળવેલી રોકડ રકમ રૂ. 1,69,000 પણ જપ્ત કરવામાં આવી છે. કુલ રૂ. 2,16,000ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી ક્યાંથી ગાંજો લાવતો ? તપાસમાં ખુલાસો થયો છે કે, પકડાયેલ આરોપી મહંમદ હસીબ સુરતમાંથી ગાંજાનો જથ્થો લઈ આવ્યો હતો. તે ગેરકાયદે રીતે વલસાડ જિલ્લામાં અલગ અલગ ગ્રાહકોને વિતરણ કરતો હતો. આ પદાર્થ વિના પરમીટે લાવતો અને વલસાડના યુવાનોને નશાની લત લગાવતો હતો.

વલસાડ SOG પોલીસની કાર્યવાહી : SOG પોલીસે જણાવ્યું કે, આ તપાસ દ્વારા નશાની હેરાફેરીના રવાડે લાગેલા એક ગઠબંધનનો પર્દાફાશ થયો છે. SOG હવે તેની સાથે સંકળાયેલા અન્ય લોકોના તાર મેળવવા તપાસ તીવ્ર કરી રહી છે. આ કેસમાં એવા તત્વો પર પણ નજર રાખવામાં આવશે જે વલસાડના યુવાધનને નશાના માર્ગે દોરી રહ્યા છે.

પોલીસની જનતાને જાહેર અપીલ : વલસાડના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ તાત્કાલિક પોલીસને કરે, જેથી આવા ગેરકાયદે કાર્યોને રોકી શકાય. યુવાનોના સ્વાસ્થ્ય અને સમાજના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે આ બાબતમાં નાગરિકોના સહયોગને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.

  1. મુઝે "ના" સુનના પસંદ નહીં હૈ" આરોપી ગળું દબાવી ક્રૂરતાપૂર્વક મારી નાખતો
  2. 25 દિવસમાં 5 રાજ્યોમાં 5 હત્યા કરનાર સીરિયલ કિલરે વધુ એક હત્યા કબૂલી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.