રાયપુર: ગરિયાબંદમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 16 નક્સલવાદીઓમાંથી 12ની ઓળખ ખૂંખાર ઉગ્રવાદી તરીકે કરવામાં આવી છે. માર્યા ગયેલા 16માંથી 12 માઓવાદીઓ પર કુલ 3.13 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. માર્યા ગયેલા માઓવાદીઓમાં નક્સલવાદીઓની સેન્ટ્રલ કમિટીના એક સભ્ય પણ શામેલ છે. રાયપુરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા નક્સલવાદીઓમાં અગ્રણી નક્સલવાદી ચલપથી ઉર્ફે જયરામ પણ શામેલ છે. ચલપથી જયરામ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ની સેન્ટ્રલ કમિટી અને ઓડિશા સ્ટેટ કમિટીનો સભ્ય હતો. ચલપથી પર છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં કુલ 90 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
3 કરોડ 13 લાખનો ઈનામી નક્સલી મોતને ભેટ્યો: પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, "આ પ્રથમ વખત છે કે, જ્યારે પ્રતિબંધિત સંગઠનની મુખ્ય સંચાલક સંસ્થા કેન્દ્રીય કમિટીનો કોઈ સભ્ય છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે." અધિકારીએ જણાવ્યું કે, છત્તીસગઢ-ઓડિશા સરહદ પર મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર જે ગરિયાબંદ જિલ્લામાં આવે છે, ત્યાં 6 મહિલા નક્સલવાદીઓ સહિત કુલ 16 માઓવાદીઓ મોતને ભેટ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, E-30 (ગરિયાબંદ જિલ્લા પોલીસ એકમ), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), કોબ્રા (રિઝોલ્યુટ એક્શન માટે કમાન્ડો બટાલિયન) અને ઓડિશા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના જવાનોએ આ ઓપરેશન હાથ ધર્યું હતું.
ગરિયાબંદમાં મળી વર્ષની મોટી સફળતાઃ પોલીસ મહાનિરીક્ષક (રાયપુર રેન્જ) અમરેશ મિશ્રાએ કહ્યું કે, મોતને ભેટેલા કેડર્સમાંથી 12ની ઓળખાણ થઈ ગઈ છે. આ 12 કેડર્સ પર છત્તીસગઢ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં કુલ 3.13 કરોડનું ઈનામ હતું. ચલપથી જેને રામચંદ્રન, પ્રતાપ રેડી, અપ્પા રાવ અને રવિ નામથી પણ ઓળખવામાં આવે છે. તે આંધ્ર પ્રદેશમાં ચિત્તુર જિલ્લાનો રહેવાસી હતો. ચલપથી પર છત્તીસગઢમાં 40 લાખ રૂપિયા, ઓડિશામાં 25 લાખ રૂપિયા અને આંધ્રપ્રદેશમાં 25 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.
માર્યા ગયેલા વધુ 2 મુખ્ય કાર્યકર્તાઓની ઓળખ ઓડિશા રાજ્ય સમિતિના સભ્ય અને માઓવાદીઓના ધમતારી ગરિયાબંદ નુઆપાડા (DGN) વિભાગના સચિવ જયરામ ઉર્ફે ગુડ્ડુ અને DGN વિભાગના વડા સત્યમ ગાવડે તરીકે કરવામાં આવી છે. બંને હાર્ડકોર નક્સલવાદીઓ છત્તીસગઢના વતની છે. આ બંને પર ત્રણેય રાજ્યોમાં 65 લાખનું ઈનામ હતું-અમરેશ મિશ્રા, પોલીસ મહાનિરીક્ષક, રાયપુર રેન્જ.
કલમુ દેવે ઉર્ફે કલ્લા પણ માર્યો ગયોઃ આઈજી અમરેશ મિશ્રાએ જણાવ્યું કે, ડિવિઝનલ કમિટીનો સભ્ય આલોક ઉર્ફે મુન્ના અને માડ વિસ્તારમાં સૈન્ય કંપની નંબર 1ના સદસ્ય મન્નુ પર ત્રણેય રાજ્યોમાં અનુક્રમે 18 લાખ અને 14 લાખનું ઈનામ હતું. માર્યા ગયેલા 4 ઉગ્રવાદીઓની ઓળખ માઓવાદી વિસ્તાર સમિતિના સભ્યો શંકર, કલમુ દેવ ઉર્ફે કલ્લા, મંજુ અને રિંકી તરીકે થઈ છે. સરકારે આ તમામ પર 13 લાખ રૂપિયાનું સામૂહિક ઈનામ જાહેર કર્યું હતું.
PLG સભ્યો: એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 3 કેડરોની ઓળખ પાર્ટીના સભ્ય સુખરામ, મૈનપુર LGS (સ્થાનિક ગેરીલા ટુકડી)ના સભ્યો, રામે ઓયમ (28), અને જૈની (24)ના રુપે થઈ છે, આઈજીએ જણાવ્યું કે, આ બધા પર 3 લાખ રૂપિયાનું ઈનામ હતું. આઈજીએ કહ્યું કે, 4 વધુ નક્સલવાદી કેડરની ઓળખ કરવામાં આવી રહી છે.
શસ્ત્ર સરંજામ મળી આવ્યો: રાયપુર રેન્જના આઈજી અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર સ્થળ પરથી AK-47 રાઈફલ અને સેલ્ફ-લોડિંગ રાઈફલ (SLR) સહિત ઓછામાં ઓછા 17 ઓટોમેટિક અને ઘાતક હથિયારો મળી આવ્યા છે. આ ઉપરાંત, ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા 2 ડઝનથી વધુ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs) ને વિસ્ફોટ કરીને તેને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.
2025માં કુલ 42 નક્સલવાદી મોતને ભેટ્યા: આ વર્ષે છત્તીસગઢમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 42 નક્સલવાદીઓ માર્યા ગયા છે. ગયા વર્ષે છત્તીસગઢમાં સુરક્ષા દળોએ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 219 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા.
આ પણ વાંચો: