ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરનું ગૌરવ: રેસલીંગ જુડો ગોલ્ડ મેડલિસ્ટને ભાવનગર સ્ટેટના યુવરાજે આપી અનોખી ભેટ - Wrestling and Judo Gold Medalist

આજના સમયમાં યુવાનો નશામાં અને વ્યસનમાં પોતાનું જીવન બગાડી રહ્યા છે ત્યારે ભાવનગરના એક યુવાને રેસલીંગ અને જુડો ક્ષેત્રે રાજ્યમાં ગોલ્ડ મેડલ મેળવીને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજીએ યુવાનની સિદ્ધિથી પ્રભાવિત થઈને પોતાનું પ્રિય મગદળ ભેટ આપ્યું અને યુવાનોને સલાહ અને અભિનંદન બંને આપ્યું છે. જાણો... Wrestling and Judo Gold Medalist

રેસલીંગ જુડો ગોલ્ડ મેડલિસ્ટને ભાવનગર સ્ટેટના યુવરાજે આપી અનોખી ભેટ
રેસલીંગ જુડો ગોલ્ડ મેડલિસ્ટને ભાવનગર સ્ટેટના યુવરાજે આપી અનોખી ભેટ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2024, 5:40 PM IST

રેસલીંગ જુડો ગોલ્ડ મેડલિસ્ટને ભાવનગર સ્ટેટના યુવરાજે આપી અનોખી ભેટ (Etv Bharat Gujarat)

ભાવનગર:શહેરના 20 વર્ષે યુનિવર્સીટીમાં આંતર કોલેજની જીટીયુની જુડો રેસલીંગ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજી દ્વારા યુવાનને મગદળ ભેટ આપવામાં આવ્યું છે. યુવરાજ જયવીરરાજસિંહજી દ્વારા મેડલ મેળવનાર યુવાનથી પ્રેરણા લઈને શ્રેષ્ઠ સમાજ બનાવવાના હાંકલ પણ કરી છે. ચાલો જાણીએ કોણ છે આ યુવાન...

રેસલીંગ જુડો ગોલ્ડ મેડલિસ્ટને ભાવનગર સ્ટેટના યુવરાજે આપી અનોખી ભેટ (Etv Bharat Gujarat)

યુવાનને ભાવનગર સ્ટેટના યુવરાજ સાહેબ દ્વારા ભેટ:ભાવનગરના 20 વર્ષીય યુવાન દિવ્યરાજસિંહ, જૂડો અને રેસલિંગના ખેલાડીએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અને તેની આ ઉપલબ્ધિથી પ્રભાવિત થઈએ યુવરાજે તેને આગવી ભેટ આપી છે. આ મુદ્દે દિવ્યરાજસિંહે જણાવ્યું હતું કે, 'યુવરાજ સાહેબે મને બોલાવ્યા અને આશીર્વાદ સ્વરૂપે મગદળ આપ્યું. કારણ કે, વાપી ખાતેની યોજાયેલી જીટીયુની જૂડો અને રેસલીંગ સ્પર્ધામાં મે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સાથે યુવરાજ સાહેબે મને આશીર્વાદ આપવા બોલાવ્યો હતો.

ભાવનગરનું ગૌરવ 20 વર્ષીય યુવાન દિવ્યરાજસિંહ (Etv Bharat Gujarat)

તમને જણાવી દઈએ કે, ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહજીને મગદળ અતિ પ્રિય છે. મગદળની વિધિવત પૂજા અર્ચના બાદ તેનો ઉપયોગ થતો હોય છે. યુવાનને યુવરાજ સાહેબે તેમનું પ્રિય મગદળ આપતા અમૂલ્ય તરીકે સ્વીકારી યુવાન સહર્ષની લાગણી વ્યક્ત કરી રહ્યો છે.

ભાવનગરનું ગૌરવ 20 વર્ષીય યુવાન દિવ્યરાજસિંહ (Etv Bharat Gujarat)

ક્યારથી કરવા છે જુડો રેસલિંગની તૈયારી અને મેડલો: દિવરાજસિંહે જણાવ્યું હતું કે, 'હું 100 પલ્સ કેટેગરીમાં રમું છું, તેમાં પાર્ટીશીપેટ હતા. જુડો અને રેસલીંગમાં ગણો તો આઠ પાર્ટીશીપેટ હતા તેમાં અમે ગોલ્ડ મેડલ આવ્યા છે. હું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને યુનિવર્સીટી ખાતે પ્રેક્ટિસ કરું છું, હું 2016થી પ્રેક્ટિસ કરું છું અને અત્યાર સુધીમાં 4 નેશનલમાં ભાગ લઈ ચૂક્યો છું જેમાં કુલ 6 મેડલમાંથી 4 ગોલ્ડ અને 2 સિલ્વર જીત્યો છું. મારી ઈચ્છા ઓલમ્પિક સુધી જવાની છે.'

ભાવનગરનું ગૌરવ 20 વર્ષીય યુવાન દિવ્યરાજસિંહ (Etv Bharat Gujarat)

યુવરાજ જયવિરાજસિંહજીએ શુ કહ્યું યુવાન પગલે: ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજીએ જણાવ્યું હતું કે, 'ફક્ત ભાવનગરની પણ ગુજરાત માટે ગર્વની વાત છે કે આપણા ભાવનગર શહેરમાં દિવ્યરાજ ભાઈ છે, એટલું સારું એમનું રેસલીંગનું ગેમ છે અને રેસલિંગ સાથે સાથે જુડોમાં પણ એમને સફળતા પ્રાપ્ત કરી છે, તો મારુ યુવાન ભાઈઓ અને બહેનોથી એક નિવેદન છે કે આપણા રોલ મોડલ છે એ દિવ્યરાજભાઈ જેવા હોવા જોઈએ જેને મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી છે.'

રેસલીંગ જુડો ગોલ્ડ મેડલિસ્ટને ભાવનગર સ્ટેટના યુવરાજે આપી અનોખી ભેટ (Etv Bharat Gujarat)

વ્યસન છોડી સમાજને મજબૂત કરવા રમતોમાં આવો: યુવરાજ જયવીરરાજસિંહજીએ વધુમાં જણાવ્યું હતું કે, મને આશા છે કે વધારે યુવાન આ ચેમ્પિયનને જોઈને હવે રેસિંગમાં આવશે. યુવાનો જુડોમાં આવે અને પોતાને શારીરિક રીતે અને માનસિક રીતે ફીટ બનાવે. મારે એટલું જ કહેવું છે કે આપ અગર કોઈ વ્યસન કરો છો તો આજે સમય છે એ વ્યસન છોડી દો અને જે પ્રમાણે દિવ્યરાજ ભાઈએ ઉપલબ્ધીઓ હાંસલ કરી છે તેનાથી ફક્ત એમણે પોતાના પરિવારને જ નહીં પણ સમાજ, જિલ્લા અને રાજ્યને એક ગર્વની અનુભૂતિ કરવી છે. હવે એવી જ આશા છે કે સરકાર આવી જ રીતે દિવ્યરાજભાઈ અને અન્ય યુવાનોને સૌથી બેસ્ટ ફેસીલીટી આપે અને આવી જ રીતે નગરજનો અને સરકાર પ્રોત્સાહન આપે.

રેસલીંગ જુડો ગોલ્ડ મેડલિસ્ટને ભાવનગર સ્ટેટના યુવરાજે આપી અનોખી ભેટ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. અમદાવાદમાં વડાપ્રધાન મોદીના જન્મદિનની અનોખી ઉજવણી: જેટલા વર્ષના થયા તેટલા કિલોનો કેક કાપ્યો - PM MODI 74TH BIRTHDAY
  2. વધુ વરસાદના કારણે માટીનો જથ્થો ઓછો છતાં કુંભારોએ બનાવ્યા અવનવા ગરબા, માટીના ગરબાનું મહત્વ આજે પણ અકબંધ - Navratri 2024

ABOUT THE AUTHOR

...view details