ભાવનગર: ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામે અઢી વર્ષ પૂર્વે વેવિશાળ પ્રસંગે બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ હત્યાનો ગુનો નોંધીને પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. કોર્ટમાં કેસ ચાલી જતા ત્રણ શખ્સોને સજા ફટકારી છે.
જાણો સમગ્ર ઘટના: ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં 23/2/2022 ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વેવિશાળ બાબતે આંબલા ગામે અશ્વિનભાઈ દિલીપભાઈ વાઘેલા સાથે બોલાચાલી બાદ મારામારી થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેને પગલે ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં કિશનભાઇ ચૌહાણ, વિમલભાઈ ચૌહાણ અને મુકેશભાઈ ચૌહાણે એક સંપ કરીને હુમલો કરી હત્યા નીપજાવી હોવાનું નોંધવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા.