બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજ રોજ સવારમાં 7:00 વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાનની પ્રક્રિયાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે તમામ બુથો ઉપર મશીન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. જેમાં વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ કુલ 10 ઉમેદવારો વચ્ચે યોજનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરશે.
192 મતદાન કેન્દ્રો પર થશે મતદાન (ETV Bharat Gujarat) સંવેદનશીલ બુથો પર CAPFનો સ્ટાફ ડિપ્લોય કરાયો
જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું હતું કે, હાલમાં અમારા પોલીસ તમામ બુથ અને બિલ્ડિંગ પર પહોંચ્યા છે. અમે હાલ વાવમાં જેટલા પણ પોલીસ છે, એ સિવાય પોલીસની જે રૂટ પેટ્રોલિંગ છે તે તમામ જગ્યા પર રવાના થઈ ગઈ છે. એ સિવાય અહીં જેટલા પણ સંવેદનશીલ બુથો છે તેના પર CAPFના સ્ટાફના સેક્શન ડિપ્લોય કરી દેવામાં આવ્યા છે. એ સિવાય જેટલી પણ ચેકપોસ્ટ છે, ત્યાં પણ CAPFનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે.
192 મતદાન કેન્દ્રો પર મતદાન થશે
વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્ર પર આવેલા કુલ 301 પોલિંગ સ્ટેશન પર સવારમાં 7 વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં 321 બેલેટ યુનિટ 321 કંટ્રોલ યુનિટ અને 321 વિવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ 1,412 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરુષ તેમજ 1,49,478 સ્ત્રી અને એક થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જ્યારે આગામી 23 નવેમ્બર ના રોજ મત ગણતરી બાદ પરિણામની જાહેરાત થશે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં વાવ ભાભર અને સુઈગામ તાલુકાના કુલ 179 ગામોમાં 321 બુથો પર મતદાન થશે. જેમાં 3,10,681 મતદારો મત આપી શકશે.
આ પણ વાંચો:
- વાવ બેઠક અંગે જાણોઃ 1.61 લાખ પુરુષો અને 1.49 મહિલાઓ કરશે મતદાન
- કોણ બનશે 'વાવનો વિજેતા', આવતીકાલે ખરાખરીનો જંગ, જાણો ઉમેદવારોના જીતના દાવા સાથે શું કહે છે મતદારો...