બનાસકાંઠા: વાવ વિધાનસભા પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલને સમર્થનમાં ગત રોજ રાત્રે ભાભર ખાતે આવેલ બોર્ડિંગમાં મોટી સંખ્યામાં ચૌધરી પટેલ સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં માર્કેટ યાર્ડના ચેરમેન લાલજીભાઈ પટેલ પણ બેઠકમાં જોડાયા હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર જામાભાઈ પટેલે પણ માવજીભાઈને સમર્થન આપ્યું હતું. જ્યારે આ બેઠકમાં ચૌધરી પટેલ સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વાવ વિધાનસભામાં ત્રિપાંખિયો જંગ: ગતરોજ ભાભર ખાતે રાત્રે યોજાયેલ બેઠકમાં 64 ગોળ પટેલ સમાજે અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલને જાહેરમાં ટેકો આપ્યો છે. જોકે મોટી સંખ્યામાં બેઠકમાં પટેલ સમાજના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા. પટેલ સમાજના બે અપક્ષ ઉમેદવાર હોવાથી એક ઉમેદવાર પરત ફોર્મ ખેંચી અને માવજીભાઈ પટેલને ટેકો આપશે જ્યારે પટેલ સમાજના તેવર જોતા જ વાવ વિધાનસભામાં ત્રિપાંખિયા જંગના એંધાણ દેખાઈ રહ્યા છે.
માવજીભાઈ પટેલના સમર્થનમાં પટેલ સમાજ (Etv Bharat Gujarat) વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે જ્યારે સ્વરુપજીને ટિકિટ આપતા જ પટેલ સમાજ નારાજ જોવા મળી રહ્યો છે. જોકે અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે,'અમે પટેલ સમાજ દ્વારા છ મહિના પહેલા ટિકિટની માંગણી કરી હતી પરંતુ અમને ટિકિટના મળતા અમે અપક્ષમાં ફોર્મ ભર્યું છે અને અમે ચૂંટણી લડશું.'
ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ: ચૌધરી પટેલ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે,' ભાજપ પાર્ટી દ્વારા અમને ટિકિટ નહીં મળતા અમે માવજીભાઈને જાહેરમાં ટેકો આપીએ છીએ માવજીભાઈ ચૂંટણી લડશે અને માવજીભાઈ ચૂંટણી જીતશે. માવજીભાઈ પટેલને વોટ તો આપશો પણ પૈસાની જરૂર પડે તો પણ અમે આપીશું. પટેલ સમાજના અનેક રાજકીય સામાજિક આગેવાનો સાથે મળીને લીધેલા નિર્ણયને તમામ લોકોએ વધાવી લીધો હતો.' જ્યારે પટેલ સમાજના બે અપક્ષ ઉમેદવાર હોવાથી એક ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર પાછો ખેંચશે અને માવજીભાઈ પટેલને ટેકો આપશે જોકે આજે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હોવાથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:
- વાવ વિધાનસભા પેટા ચૂંટણી, 15 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા...
- વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ? માવજીભાઈ પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું