કેન્દ્રીય બજેટમાં યુવાઓને રોજગાર અને કૌશલ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે (Etv Bharat Gujarat) કચ્છ:કેન્દ્રીય બજેટ 2024-25માં જોગવાઈઓ મુજબ સોશીયો ઇકોનોમિક સ્કીમ અને ઈન્ફરાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેમજ પરોક્ષ કર પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સોલ્ટ, શિપિંગ અને ટિમ્બરના વેપારીઓ આ બજેટ વિશ્લેષણ સેશનમાં જોડાયા હતા. મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન, મિસ્ત્રી ઓફ અર્બન ડેવલોપમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિક અફેરમાં કરવામાં આવેલ ફાળવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સેશનમાં બજેટ હાઈલાઇટ્સ પર ચર્ચા થઈ (Etv Bharat Gujarat) બજેટમાં થયેલ ફાળવણી અંગે ચર્ચા: સરકારની વિવિધ યોજનાઓ જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સિંચાઇ યોજના, પોષણ યોજના, આજીવિકા યોજના વગેરે જેવી સરકારી યોજનામાં કરવામાં આવેલ રકમની ફાળવણી અંગે વાતચીત કરવામાં આવી હતી. કચ્છ કમિશનર પી. આનંદકુમારે કચ્છ જીએસટી વિભાગની આવક અને કામગીરી અંગે વાતચીત કરી હતી.
વિવિધ ટેકસ સેકશનમાં સુધારાઓ:જીએસટી રિટર્ન ફાઈલ કરવા માટેના આઇટીસી નિયમો, તેમજ સેક્શન 73, 74 (A), 107, 112, 128 (A), 13(3), 17(5), 39, 54 વિવિધ ચાર્જીસ, ટેકસ, ઈન્શ્યોરન્સ, ટાઈમ ઓફ સપ્લાય, ટીડીએસ રિટર્ન, સબ સેક્શન 1A તેમજ બજેટમાં ટેકસ રિફંડ, રાહત અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કોર્પોરેટ ટેકસ અને જીએસટી ટેકસ માટે રાહત અંગે તેમજ ટેક્સના સેકશનમાં સુધારા અંગે પણ વાત કરવામાં આવી છે, જેનો આખરી નિર્ણય રાષ્ટ્રપતિના હસ્તાક્ષર કર્યા બાદ થશે.
MSMI સેક્ટર અને રીન્યુએબલ એનર્જી સેક્ટર માટે પણ વાત કરવામાં આવી છે (Etv Bharat Gujarat) ઔદ્યોગિક માળખાંકીય સુવિધાઓનો વધારો:સશક્ત વેપાર સમગ્ર વિકાસની વાત પણ કરવામાં આવે તો યુનિયન બજેટની અંદર ઔદ્યોગિક વિકાસ માટેની મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. જેનાથી કેપિટલ એક્સપેન્ડિચર વધારવામાં આવતાં ઔદ્યોગિક માળખાંકીય સુવિધાઓનો પણ વધારો થશે. ઉપરાંત કચ્છમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ ઉપલબ્ધ છે જેથી ખનિજ ઉત્પાદન સહિતના નિર્ણયોથી કચ્છને પણ મહત્તમ ફાયદો થશે. આગામી સમયમાં ક્રિટિકલ મિનરલ ફોરમનું નિર્માણ થશે જેનાથી ડોમેસ્ટિક અને વિદેશમાં મિનરલમાં રોકાણ કરવા માંગતા ઉદ્યોગોને પણ યોગ્ય સહાય મળશે જેનો લાભ કચ્છના ઉદ્યોગોને મળશે.
કચ્છ CGST કમિશનર દ્વારા ગાંધીધામના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે બજેટ હાઈલાઇટ્સ (Etv Bharat Gujarat) વિદેશી રોકાણ આવશે:આ ઉપરાંત ભારતનું અર્થતંત્ર અગાઉ 10માં નંબરે હતું, હવે જ્યારે ભારત વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે ટેકસની સાથે સાથે બજેટ પણ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. બજેટમાં વિદેશી રોકાણની વાત પણ કરવામાં આવી છે ત્યારે કચ્છમાં પણ આગામી સમયમાં વિદેશી રોકાણ આવશે. જોકે અત્યારે પણ વિદેશી કંપનીઓ કચ્છમાં છે અને આગામી સમયમાં હાઇડ્રોજન પ્લાન્ટ પણ વિદેશી રોકાણ લાવશે તો કચ્છના ઉદ્યોગો માટે ફાયદાકારક રહેશે.
- કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવામાં ગુુજરાત અગ્રેસર, 7 મહિનામાં PNG કનેક્શનની સંખ્યામાં 2 લાખનો વધારો - PIPED NATURAL GAS CONNECTION
- જાણો કચ્છી બાંધણીના યુવા કસબી વિશે જેણે મળ્યો છે આઉટ સ્ટેન્ડિંગ એન્ટરપ્રેન્યોર ગોલ્ડ એવોર્ડ - Kutch News