અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને સાથે જ એસ.જી. હાઈવે પર ભારે પવન ફૂંકાયો છે. આ સિવાય પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
"કાલે મેઘા, કાલે મેઘા..." અમદાવાદમાં ઊડી ધૂળની ડમરીઓ, વાદળછાયુ વાતાવરણ અને ભારે પવન ફુંકાયો - Ahmedabad Unseasonal Rain - AHMEDABAD UNSEASONAL RAIN
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ સાથે ધૂળની જોરદાર ડમરીઓ ઊઠી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. Ahmedabad Unseasonal Rain Cloudy Atmosphere Mini Strome Weather Department
!["કાલે મેઘા, કાલે મેઘા..." અમદાવાદમાં ઊડી ધૂળની ડમરીઓ, વાદળછાયુ વાતાવરણ અને ભારે પવન ફુંકાયો - Ahmedabad Unseasonal Rain Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-05-2024/1200-675-21460130-thumbnail-16x9-b-aspera.jpg)
Published : May 13, 2024, 6:54 PM IST
|Updated : May 13, 2024, 8:02 PM IST
વૃક્ષો અને વીજપોલ ધરાશાયીઃ રાણપુરમાં ભારે પવનથી વીજ પોલ થયા ધરાશાયી થયો છે. બરવાળા રોડ પર પણ વીજપોલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયાના સમાચાર મળી રહ્યા છે. ભારે પવન ફુંકાવાને પરિણામે મદનીનગર વિસ્તારમાં 4 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. કલોલની વાત કરીએ તો અહીં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી કલોલના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઊંઝા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે.
વિઝિબિલિટી ઘટીઃ અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે જોરદાર ધૂળની ડમરી ઉડી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ શરૂ થયો. ધૂળની ડમરી ઉડતા વાહનચાલકોને વાહન ચલાવવા ભારે હાલાકી થઈ રહી છે કારણ કે વાતાવરણમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે . અમદાવાદના ઘાટલોડિયા નારણપુરા સાયન્સ સીટી ગોતા એલિસ બ્રિજ સહિત વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળુ બન્યું છે. ભારે પવનને કારણે શહેરમાં વિવિધ જગ્યાએ આવેલ હોર્ડિંગ્સ તૂટી પડ્યા છે.