ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા હાલ તેમના મોસાળ સરસપુર ખાતે પહોંચી છે. ભાવી ભક્તો ખુબ આતુરતાથી આ પળની રાહ જોઈ રહ્યા હતા. બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર અને ભગવાન જગન્નાથનું ભક્તો દ્વારા જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું.
અમદાવાદ બન્યું જગન્નાથમય, નગરચર્યાએ નીકળ્યા જગતના નાથ, મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત - AHMEDABAD RATHYATRA 2024 LIVE - AHMEDABAD RATHYATRA 2024 LIVE
Published : Jul 7, 2024, 9:00 AM IST
|Updated : Jul 7, 2024, 2:43 PM IST
અમદાવાદ: આજે અમદાવાદમાં વાજતે-ગાજતે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે. આજે સવારે નીજ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી હતી. મંદિરમાં જય રણછોડ, માખણ ચોરનો નાદ ગુંજી ઉઠ્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા પહેલા એક ખાસ પ્રકારની વિધિ કરવામાં આવે છે જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. જેમાં નાથની નગર યાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના પ્રથમ સેવક હોવાથી સોનાની સાવરણી સાથે પહિંડા વિધિ કરે છે. ગુજરાતમાં આ વિધિ પહિંદ વિધિ તરીકે ઓળખાય છે.
LIVE FEED
ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત...
મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડથી રથયાત્રાનું સંચાલન અને રિયલ ટાઈમનું મોનીટરીંગ કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા ના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રા ના સંચાલનનું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડ ની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.Body:તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યાર બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી વિડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટ નું નિરીક્ષણ, રથ ના લોકેશન , પોલીસ દ્વારા ટેકનોલોજી ના ઉપયોગ થી કરવામાં આવી રહેલી રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.Conclusion:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તેમજ મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને પોલીસ, મહાનગર પાલિકા તેમજ આઈ સી ટી ટીમ ના અધિકારીઓ જોડાયા હતા.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં માનવ મેદની ઉમટી, જય જગન્નાથજીના નાદથી ગુંજી ઉઠ્યું અમદાવાદનું વાતાવરણ
અમદાવાદમાં આજે વાજતે-ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે, રથયાત્રામાં ભગવાના જગન્નાથજીના દર્શન કરવા માટે મોટી સંખ્યા માનવ મેદની ઉમટી પડી છે. દૂરદૂરથી આવેલા ભાવિકો આ મંગલઘડીના સાક્ષી બન્યા છે.
રથયાત્રામાં અંગ કસરતના કરતબ કરતા અખાડિયનો, લોકો થયાં મંત્રમુગ્ધ
રથયાત્રામાં આ વર્ષે પણ અખાડીયનોએ આકર્ષણ જગાવ્યું છે. અંગ કસરતના દાવ કરતા અખાડીયનો સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ડ્રોન નજારો, પોલીસનો જબરદસ્ત બંદોબસ્ત અને સુરક્ષા હેઠળ નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા
અમદાવાદમાં પોલીસના જબરદસ્ત બંદોબસ્ત અને સુરક્ષા હેઠળ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. આ રથયાત્રામાં ભાવિકોનો જનસૈલાબ ઉમટી પડ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રથયાત્રાને લઈને દેશવાસીઓને પાઠવી શુભકામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રથયાત્રાને લઈને દેશવાસીઓને શુભકામના પાઠવતો સંદેશ પોતાના એક્સ હેન્ડ પર વ્યક્ત કર્યો છે.
ભગવાન જગન્નાથજીની અમિત શાહે કરી મંગળા આરતી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે મંગળા આરતી કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જગન્નાથ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો સવારના 04:00 વાગ્યે મંગળા આરતીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.