પોરબંદર: પોરબંદરના દરિયામાં સરકાર દ્વારા જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલ્સ યુક્ત પાણી ઠાલવવાના પ્રોજેક્ટનું કાર્ય શરૂ કરાયું છે. તેના વિરોધમાં અનેક આંદોલન થયા, ત્યારે દરીયા કિનારે વસતા ખારવા સમાજ દ્વારા ગુજરાતના દરિયા કિનારાના ગામમાં 26મીએ બંધ જાહેર કર્યું હતું. જેના સમર્થનમાં પોરબંદરના ખારવા સમાજ દ્વારા અડધો દિવસ પોરબંદર બંધનો જાહેર કરવામાં આવ્યું હતું. જેના સમર્થનમાં પોરબંદરના તમામ વેપારીઓ, માર્કેટિંગ યાર્ડ અને લોહાણા સમાજ અને સોની સમાજ સહિત તમામ લોકોએ દુકાન-ધંધા બંધ રાખી સમર્થન આપ્યું હતું.
સેવ પોરબંદર સી સંસ્થાએ પણ સમર્થન આપ્યું: સેવ પોરબંદર સીના પ્રમુખ નૂતન બેન ગોકણીએ જણાવ્યું હતું કે,'જે પોરબંદરમાં સંસ્થા દ્વારા આ પ્રોજેક્ટના અનેક વિરોધ કરવામા આવ્યા છે. અને જેતપુરના કેમીકલ યુક્ત પાણીની અંતિમ યાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં પણ ખારવા સમાજે સમર્થન આપ્યું હતું અને પોરબંદર વાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ બંધના સમર્થનમાં પણ સેવ પોરબંદર સીનું સમર્થન છે.'
માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ સમર્થન આપી બંધ પાડ્યું: પોરબંદરમાં જેતપુરના કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરીયામાં ઠલવાતા મોટું નુકસાન થશે અને ખેડૂતોની જમીનમાં પણ નુકસાન થશે. ભવિષ્યમાં શાકભાજીને પણ અસર થઈ શકે છે. આથી ખેડૂતો સાથે અમે જોડાયેલી છીયે અને આ જેતપુરનું ગંદુ પાણી પોરબંદરના દરીયામાં ન આવે તે માટે આજે પોરબંદર બંધને સમર્થન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: