ETV Bharat / state

આંબાના મોરમાં રોગ અને જીવાત જોવા મળતા ખેડૂતો મૂકાયા ચિંતામાં, જાણો શું કહે છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અધિકારી - FARMERS WORRIED

ડિસેમ્બરમાં આંબામાં મોર આવવાનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ આ જ સમયે પાકમાં ઈયળ, મધિયા, મીલીબગ અને થીપ્સ જેવા રોગોના કારણે ખેડૂતો ચિંતિત છે.

આંબાના મોરમાં રોગ અને જીવાત જોવા મળતા ખેડૂતો ચિંતામાં
આંબાના મોરમાં રોગ અને જીવાત જોવા મળતા ખેડૂતો ચિંતામાં (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 13 hours ago

જૂનાગઢ: આંબામાં મોર આવવાના સમયે રોગ જીવાત અને ઇયળનો ઉપદ્રવ જોવા મળતા ગીર વિસ્તારના આંબાવાડીઓ સાથે સંકળાયેલા ખેડૂતો અને ઇજારેદારો મુશ્કેલીમાં મુકાયા છે. ડિસેમ્બર મહિનામાં આંબામાં મોર આવવાનો સમય પ્રાકૃતિક રીતે શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ બિલકુલ આ જ સમયે પાકમાં ઈયળ, મધિયા, મીલીબગ અને થીપ્સ જેવા રોગો જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ પણ તમામ રોગોનું સત્વરે નિયંત્રણ થાય તે માટે ખેડૂતોને સૂચના પણ આપી રહ્યા છે.

આંબામાં રોગ-જીવાતનો ઉપદ્રવ આવ્યો સામે: ગીર વિસ્તારમાં પરંપરાગત રીતે આંબાની ખેતી છેલ્લા અનેક વર્ષોથી થતી આવે છે. દર વર્ષે આંબાની સિઝનમાં રોગ જીવાત અને ઇયળનો ઉપદ્રવ પણ દર વર્ષે સામે આવી રહ્યો છે. આ દરમિયાન મોટા ભાગના આંબાવાડીઓમાં ડિસેમ્બર મહિનામાં મોર ફૂટી ગયો છે, પરંતુ હવે બિલકુલ આ જ સમયે આંબામાં ઈયળ, મધિયા, મીલીબગ અને થીપ્સ જેવા રોગો દેખાઈ દેતા આંબાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અને ઇજારેદારો ચિંતિત બન્યા છે.

પાકમાં આ સમસ્યા સામે આવતા બીજી તરફ અધિકારીઓ પણ ખેડૂતોને કોઈ પણ રોગ જીવાતના ઉપદ્રવની સ્થિતિમાં તાકિદે તેનું નિરાકરણ કરવા તરફ આગળ વધવું જોઈએ તેવી સૂચનાઓ પણ આપી રહ્યા છે.

આંબાના મોરમાં રોગ અને જીવાત જોવા મળતા ખેડૂતો ચિંતામાં (Etv Bharat Gujarat)

વાતાવરણમાં ફેરફારને કારણે રોગ-જીવાતનો ઉપદ્રવ: છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણની પ્રતિકૂળતાને કારણે આંબામાં મોર ફૂટવાના સમયે વાતાવરણમાં આવતો પલટો પણ રોગ અને જીવાતના ઉપદ્રવને જાણે કે નિમંત્રણ આપતો હોય તેવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. વધુમાં ડિસેમ્બર મહિનામાં જાકળ અને ચોમાસા જેવા વાદળો પણ આકાશમાં જોવા મળતા હોય છે. પરિણામે રોગ અને જીવાત પર છાટવામાં આવેલી દવા સીધો સૂર્યપ્રકાશ ન મળવાને કારણે અસરહીન બને છે જેને કારણે રોગ અને જીવાતનું નિયંત્રણ થવાને બદલે તેમાં વધારો થતો જોવા મળે છે.

ડિસેમ્બરમાં આંબામાં મોર આવવાનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે
ડિસેમ્બરમાં આંબામાં મોર આવવાનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે (Etv Bharat Gujarat)
થીપ્સ જેવા રોગો જોવા મળતા ખેડૂતો ચિંતિત
થીપ્સ જેવા રોગો જોવા મળતા ખેડૂતો ચિંતિત (Etv Bharat Gujarat)

ઉપરાંત આ વર્ષે પ્રથમ તબક્કાના ફ્લાવરિંગમાં જ રોગ અને જીવાતનો ઉપદ્રવ થયો છે. જેને તાકીદે અટકાવવા માટે ફૂગનાશક દવા અને ચુસિયા જીવાતનું નિયંત્રણ થઈ શકે તેવા રસાયણોનો કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ અનુસાર ખેડૂતોએ ઉપયોગ કરવો જોઈએ. વધુમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંબામાં બે થી ત્રણ તબક્કામાં ફ્લાવરિંગ આવતું હોય છે, જેને કારણે પણ પ્રથમ તબક્કામાં આવેલા ફ્લાવરિંગ બાદ કેરીઓ બંધાતી હોય છે. પરંતુ બીજા અને ત્રીજા તબક્કાના ફ્લાવરિંગને કારણે પ્રથમ તબક્કાની કેરીઓ ખરી જાય છે. જે પણ વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા છે.

આ પણ વાંચો:

  1. કેમેરામાં કેદ ના થયું હોત તો કોઈ માનતું નહીંઃ નવસારીની આ સોસાયટીમાં જોવા મળ્યું દુર્લભ વનેચર
  2. માવઠાથી આંબા સહિત પાકોને કઈ રીતે રક્ષણ આપી શકાય : બાગાયત અધિકારીએ આપી આ ટિપ્સ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.