ગુજરાત

gujarat

ETV Bharat / state

સીરીયલ કિલરે યુવતીની હત્યા કરી શરીરના ટુકડા દાટી દિધા હતા, પોલીસે મૃતદેહને શોધી કાઢ્યો

સીરીયલ કિલકે રાજકોટની યુવતીની હત્યા કરી અને મૃતદેહ વાંકાનેરમાં દાટી દીધાની કબુલાત કરી હતી.જેમાં અમદાવાદ-વાંકાનેર પોલીસે સાથે મળીને મૃતદેહના ટુકડા શોધીને પીએમ અર્થે ખસેડ્યો છે.

સીરીયલ કિલરે કર્યો મોટો ખુલાસો
સીરીયલ કિલરે કર્યો મોટો ખુલાસો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 6 hours ago

અમદાવાદ: અમદાવાદ પોલીસે સીરીયલ કિલરને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા સીરીયલ કિલરે રાજકોટની યુવતીની હત્યા કરી અને મૃતદેહ વાંકાનેરમાં દાટી દીધાની કબુલાત કરી હતી. જેને પગલે અમદાવાદ પોલીસે વાંકાનેર પોલીસને સાથે રાખી તપાસ ચલાવી હતી. દાટી દીધેલા મૃતદેહના ટુકડા શોધી કાઢી ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો છે.

લોકઅપમાં ભુવાનું મૃત્યું: અમદાવાદ સરખેજ પોલીસે પૈસા માટે લોકો સાથે છેતરપીંડી કરી તેમજ હત્યા નીપજાવનાર સીરીયલ કિલર એવા આરોપી મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના રહેવાસી નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી. અનેક લોકોની હત્યાના ગુનામાં સંડોવાયેલ ઈસમને ઝડપી લીધો હતો અને પૂછપરછમાં આરોપી ભુવા નવલસિંહ ચાવડાએ 12 લોકોની હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. તબિયત લથડ્યા બાદ લોકઅપમાં ભુવાનું મોત થયું હતું. જે તાંત્રિકે રાજકોટની એક યુવતીની હત્યા કર્યાની પોલીસને કબુલાત આપી હતી. જેથી આજે અમદાવાદ પોલીસ તપાસ અર્થે વાંકાનેર દોડી આવી હતી. વાંકાનેર સીટી પોલીસ ટીમને સાથે રાખીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

સીરીયલ કિલરે કર્યો મોટો ખુલાસો (Etv Bharat Gujarat)

મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો: આરોપીએ આપેલ કેફિયતને આધારે અમદાવાદ અને વાંકાનેર પોલીસની ટીમે વાંકાનેર શહેરના વિસીપરા ફાટક પાસે સરધારકા રોડ નજીક ખોદકામ કર્યું હતું. જેમાં જમીનમાં દાટી દીધેલા મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા. મૃતક રાજકોટના રહેવાસી નગમા કાદરભાઈ મુકાસમ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે.

મૃતદેહ પોલીસે શોધી કાઢ્યો (Etv Bharat Gujarat)

અમદાવાદ ડીવાઈએસપી એસ.એચ.સારડાએ જણાવ્યું હતું કે,' સીરીયલ કિલર સુરેન્દ્રનગરના વઢવાણના રહેવાસી નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી. જણે તેના કબુલાતમાં અલગ અલગ 12 હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. જે પૈકી એક નગમા નામની યુવતીની હત્યા કરી હતી, યુવતીને પોતાના ઘરે બોલાવી ત્યારબાદ હત્યા કરી અને તેના મૃતદેહને દાંટવા માટે વાકાનેર સીટી નજીક વીસીપરા ફાટક પાસે સરધારકા રોડ નજીક દાંટી દીધી હતી. આ ઘટનાને અંજામ આપવા આરોપીએ તેના ભાણેજની મદદ લીધી હતી. આ ઘટનામાં સરખેજ પોલીસે વાંકાનેર પોલીસને રીપોર્ટ આપી તે અનુસાર કબુલાત મુજબની જગ્યાએ વાંકાનેર એસડીએમની ટીમને સાથે રાખી ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યાંથી માનવ શરીરના લાશના અવસેષો મળી આવ્યા હતા.'

આ પણ વાંચો:

  1. મુઝે "ના" સુનના પસંદ નહીં હૈ" આરોપી ગળું દબાવી ક્રૂરતાપૂર્વક મારી નાખતો
  2. ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં બ્લડ બેંક કાર્યરત ન હોવાથી, લોકોને પડે છે ભારે હાલાકી

ABOUT THE AUTHOR

...view details