અમદાવાદ: આજ રોજ અમદાવાદમાં સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BAPS સંસ્થાનો કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમની તૈયારી છેલ્લા આઠ મહિનાથી ચાલતી હતી. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત ભક્તિોનું ઘોડાપૂર જોવા મળશે.
એક લાખ હરી ભક્તો સાથે મહા કાર્યક્રમ:શનિવારની સાંજ BAPS ના હરિભક્તો માટે સુવર્ણ સાંજ બની રહેશે. શનિવારે એટલે કે આજે સાંજે BAPS ના એક લાખ કાર્યકરો મહંત સ્વામીની હાજરી સંગે સુવર્ણ કાર્યકર મહોત્સવ ઉજવશે. આ સુવર્ણ કાર્યકર મહોત્સવની વિશેષતા અનેક છે.
કાર્યક્રમની વિશેષતાઓ: આ મહોત્સવમાં 30 દેશોમાંથી BAPSના કાર્યકરો આવશે. અને એક લાખથી વધુ કાર્યકરો તેમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયોના માધ્યમથી તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક લાખથી વધુ BAPS હરિભક્તોને સ્ટેડિયમમાં હાજર રહી સંબોધશે. આ કાર્યક્રમમાં 2,000 કલાકારો વિવિધ કળાની પ્રસ્તુતિ કરશે. BAPS સંચાલિત 40 થી વધુ કેમેરાના સુયોજન થકી વિશ્વભરમાં કાર્યક્રમનું પ્રસારણ થશે. કાર્યક્રમના સરળ સંચાલન માટે 10,000 સ્વયમ સેવકો ખડે પગે રહેશે.
છેલ્લા આઠ મહિનાથી કાર્યક્રમની તૈયારી થતી હતી: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા BAPS ના સુવર્ણ મહોત્સવની તૈયારીઓ છેલ્લા આઠ મહિનાથી કાર્યકરો કરતા હતા. BAPS ને 1972માં પ્રમુખ સ્વામી મહારાજે સુઆયોજિત કરી વિશ્વભરમાં તેની કીર્તિ આજે પ્રસરી છે. આજના સુવર્ણ કાર્યકર મહોત્સવમાં મહંત સ્વામી સહિત BAPS ના સૌ અગ્રણી સંતો હાજર રહેશે. સાંજે પાંચ વાગે મહંત સ્વામી સ્ટેડિયમમાં પ્રવેશ કરતા કાર્યક્રમનો આરંભ થશે. કાર્યક્રમમાં વિવિધ ત્રણ થીમના કુત્રિમ વૃક્ષો રખાયા છે. મૂળે કાર્યક્રમમાં બીજ, ફળ અને વૃક્ષના વિવિધ થીમ પરથી કાર્યક્રમ પ્રદર્શિત થશે. સંતોના સંબોધન, મલ્ટી મીડિયા અને લાઈટ સાઉન્ડ થકી વિવિધ પ્રસ્તુતિ અને વિડિયો ફિલ્મની રજૂઆત થશે.
જાણો સાંજનો કાર્યક્રમ
- સુવર્ણ કાર્યકર મહોત્સવ મૂળ સાંજે 05:00 કલાકે આરંભાઈ રાત્રે 08:30 કલાકે પૂર્ણ થશે.
- સ્ટેડિયમમાં બપોરે 01:30 કલાકે એક લાખ કાર્યકરોને પ્રવેશ કરાવશે.
- સાંજે 05:00 વાગે મહંત સ્વામીનો સ્ટેડિયમ ખાતે પ્રવેશ થશે.
- મહંત સ્વામીના પ્રવેશ બાદ સાંજે 05:20 કલાકે કાર્યક્રમ આરંભાશે.
- રાત્રે 08:30 સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, રજૂઆતો, પ્રવચન બાદ પૂર્ણાહુતિ થશે.
સાંજે 5:00 થી 8:30 સુધી ચાલનાર આ રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ ત્રણ વિભાગમાં અદ્ભૂત પ્રસ્તુતિ દ્વારા વ્યક્ત થશે :
- બીજ:છેલ્લા 100 કરતા વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની રજૂઆત આ વિભાગમાં થશે.
- વટવૃક્ષ:એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે.
- ફળ:આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓના મીઠા ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં માણવા મળશે.
આ પણ વાંચો:
- વિકાસના ભોગે વિનાશ નહીંઃ કચ્છના બાડા ગામે GHCL કંપનીના પ્લાન્ટનો લોકોએ કર્યો વિરોધ
- ભુજનો 477મો સ્થાપના દિવસ: પ્રાગ મહેલમાં પરંપરા રીતે ખીલી પૂજન કરવામાં આવ્યું