ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: નકલી જજની વધુ એક કરતૂત સામે આવી, AMCની 5 જમીનના કેસના ચૂકાદા આપી દિધા - FAKE JUDGE CASE

AMCના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુજ્જર દ્વારા નકલી આરબીટ્રેટર પાસે કોર્પોરેશનનો કેસ હતો કે કેમ તેની તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

આરોપીની તસવીર
આરોપીની તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2024, 9:49 PM IST

અમદાવાદ:થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં ધમધમતી એક નકલી કોર્ટનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં લવાદી તરીકે ફરજ બજાવી બોગસ ઓર્ડર પાસ કરતા આરોપીની અમદાવાદ શહેર કારંજ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલો સામે આવતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુજ્જર દ્વારા આ આરબીટ્રેટર પાસે કોર્પોરેશનનો કેસ હતો કે કેમ તેની તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં કોર્પોરેશનના પાંચ જમીનના કેસમાં આરોપી દ્વારા કોર્પોરેશન વિરુદ્ધના ચુકાદાઓ આપ્યા હોવાનું સામે આવ્યું હતું.

ખોટી પિટિશન કરવા બદલ અરજદાર ₹50,000 AMC ને ચૂકવશે (ETV Bharat Gujarat)

ખોટી પિટિશન કરવા બદલ અરજદાર ₹50,000 AMC ને ચૂકવશે
આ બાબતે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડની મિટિંગમાં AMC લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુજ્જરે જણાવ્યું હતું કે, "આજે સીટી સિવિલ કોર્ટની અંદર 12/2020 નંબરના કેસમાં મોજે શાહવાડીના સર્વે નંબર 138 ની જમીન બાબતમાં ખોટો આરબીટ્રેશનનો ઓર્ડર હતો. જેના એક્યુઝેશન માટેની અરજદારને ખોટી પીટીશન કરવા બદલ ₹50,000 કોર્પોરેશનને ચૂકવવા માટેનો આદેશ. સાથે સાથે ખોટો ઓર્ડર છે એને સેટઅસાઈડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અને આ જે અરજી હતી તે કાઢી નાખવામાં આવેલી છે.

પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, "સીટી સિવિલ કોર્ટના રજીસ્ટ્રાર દ્વારા આ જે ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનનો ખોટો આરબીટ્રેશનનો ઓર્ડર કરવા બદલ ચોક્કસ કાયદાકીય કાર્યવાહી અને ફરિયાદ કરવા બાબતે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે."

આ પણ વાંચો:

  1. ડુંગળીની આડમાં નશીલા પદાર્થની હેરાફેરી, ઝાલોદ પોલીસે લાખોના મુદ્દા માલ સાથે એક આરોપીની કરી ધરપકડ
  2. નશામાં ધૂત પિતાએ 4 વર્ષની બાળકીને કૂવામાં ફેંકી, માસૂમનું મોત થતાં પોલીસે પિતાની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details