અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે અપાર ID હોવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. પરિણામે આ કાર્ડ માટે KYC કરવું અનિવાર્ય છે. જન્મ તારીખના દાખલામાં તથા આધારકાર્ડમાં સરખું નામ અને અન્ય વિગતો સરખા ક્રમમાં હોવા પણ જરૂરી બની ગયા છે. આથી નામની ફેરબદલ કરવા માટે અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આવેલ આરોગ્ય ભવનમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પાડ્યા હતા. અહીં ફેરફાર કરવા આવેલા લોકોનું કહેવું છે કે, ચાર-પાંચ દિવસ સુધી ધક્કા ખાયા બાદ પણ તેમનું કામ થતું નથી.
રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં e-KYC નું અમલીકરણ: રાજ્યની શાળાઓમાં ઈ-કેવાયસી અમલીકરણ બાદ, અપાર આઈડી રોલઆઉટ સાથે નવા પડકારો ઉભા થયા છે. કેન્દ્ર સરકારે તમામ વિદ્યાર્થીઓ માટે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (અપાર) આઈડી બનાવવાની શરૂઆત કરી છે, જેમાં વિદ્યાર્થીઓના ઓનલાઈન ડેટા અને આધાર કાર્ડ વચ્ચે જોડાણ જરૂરી છે.
અપાર ID માટે કરવા પડી રહ્યા છે ઘણા બધા ફેરફાર (Etv Bharat Gujarat) શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ થયા પરેશાન:હાલમાં, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, કારણ કે ઓનલાઈન રેકોર્ડ અને આધાર કાર્ડ વચ્ચેના નામની નાની વિસંગતતાઓ Apaar ID જનરેટ કરતાં અટકાવે છે.
અપાર ID માટે કરવા પડી રહ્યા છે ઘણા બધા ફેરફાર (Etv Bharat Gujarat) નામ આખું એક લાઇનમાં જોઈએ: આ IDમાં નામની પાછળ કુમાર, સિંહ, ભાઈ વગેરે લગાવવામાં આવ્યું હોય અથવા અટક આગળ હોય, નામ પાછળ હોય વગેરે બાબતો આધારકાર્ડમાં અને જન્મ તારીખના દાખલામાં સમાન હોવી જરૂરી છે અને ત્યારે જ આપર ID tતૈયાર થઈ શકે છે. પરિણામે નામની ફેરબદલી માટે મોટી સંખ્યામાં લોકો આરોગ્ય ભવન ખાતે પહોંચી રહ્યા છે.
બાળકોના KYC માટે વાલીઓને હેરાનગતિ (Etv Bharat Gujarat) સાત કલાક લાઇનમાં ઊભા રહ્યા, વારો આવ્યો તો કહ્યું કાલે આવજો:આરોગ્ય ભવન ખાતે પોતાના બાળકોનું e-KYC કરાવવા માટે પહોંચેલા વાલીઓ સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, કેટલાક વાલીઓ છેલ્લા ચાર-પાંચ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. એક વ્યક્તિએ પોતાનું નામ ન આપવાની શરતે અને કેમેરા સામે ન બોલવાની શરતે વાત કરી કે, તે છેલ્લા પાંચ દિવસથી પોતાના બાળકના e-KYC કરવા માટે ધક્કા ખાઈ રહ્યો છે. એક વખત તો એવું બન્યું કે સવારે 10:00 વાગ્યાથી લાઈનમાં ઊભા રહ્યા હતા અને પાંચ વાગતા જેમ તેમનો વારો આવ્યો તો સામે કહેવામાં આવ્યું કે, પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે, સમય પૂરો થયો છે હવે આવતીકાલે આવજો.
બાળકોના KYC માટે વાલીઓને હેરાનગતિ (Etv Bharat Gujarat) એક બારીથી બીજી બારીએ મોકલે છે, કામ થતું નથી: ચંદ્રિકાબેન કે જેઓ તેમના પૌત્રીનું e-KYC કરાવવા માટે આરોગ્ય ભવન આવ્યા હતા, તેમણે ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું કે, 'તે છેલ્લા ચાર દિવસથી અહીં ધક્કા ખાય છે પરંતુ કામ થયું નથી. એક બારી પર જઈએ તો ત્યાંથી બીજે મોકલે છે. કહે છે કે પેલા અધિકારીની સહી કરાવો તે કરાવ્યા તો કહે છે રાયખડ જતા રહો ત્યાંથી રેકોર્ડ લઈ આવો, આમ અમે હેરાન થઈ રહ્યા છે.'
અપાર ID માટે કરવા પડી રહ્યા છે ઘણા બધા ફેરફાર (Etv Bharat Gujarat) પવગઢથી e-KYC કરાવવા અમદાવાદ આવ્યા: પાવાગઢથી માત્ર e-KYC કરાવવા માટે છેલ્લા ચાર દિવસથી ધક્કા ખાતા સવિતાબેન ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવે છે કે, "અમે છેલ્લા ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છીએ. અમે પાવાગઢથી આવ્યા છીએ. દીકરીનો જન્મ અમદાવાદ થયેલો હોવાથી e-KYC માત્ર અહીં જ થાય તેવું કહેવામાં આવ્યું હતું. અમે અહીં ચાર દિવસથી e-KYC કરાવવા માટે સગા સંબંધીઓના ત્યાં રોકાયા છીએ.
બાળકોના KYC માટે વાલીઓને હેરાનગતિ (Etv Bharat Gujarat) શું છે અપાર આઈડી ?APAAR ID, અથવા ઑટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી ID, ભારતના વિદ્યાર્થીઓ માટે 12-અંકનો અનન્ય ઓળખ નંબર છે. તે સરકારના "એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી ID" કાર્યક્રમનો એક ભાગ છે, જે 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ છે.
અપાર ID માટે કરવા પડી રહ્યા છે ઘણા બધા ફેરફાર (Etv Bharat Gujarat) શું છે e-KYC તે કેમ કામ કરે છે ?e-KYC એ એક ડિજિટલ પ્રક્રિયા છે જે કાગળના દસ્તાવેજોની જરૂર વગર ગ્રાહકની ઓળખની ચકાસણી કરે છે. ગ્રાહક તેમનો આધાર નંબર પ્રદાન કરે છે અને સેવા પ્રદાતાને તેમનો ડેટા ઍક્સેસ કરવા માટે સંમતિ આપે છે. સેવા પ્રદાતા પછી ગ્રાહકની ઓળખ, સરનામું અને અન્ય વસ્તી વિષયક વિગતોને ચકાસવા માટે UIDAI ડેટાબેઝને ઍક્સેસ કરે છે અને વેરિફાય કરે છે.
આ પણ વાંચો:
- બળદ ગાડામાં કાવો વેચતો જુનાગઢનો યુવાન, લોકો પણ માર્કેટિંગ ફંડાથી થયાં આકર્ષિત
- બનાસ ડેરીમાં પાણીવાળું દૂધ ભરાવી ઊંચા ફેટ મેળવવાનું કૌભાંડ, 20 લાખનો દંડ ફટકારાયો