અમદાવાદ: આજરોજ અમદાવાદ ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેંમતસિંહ પટેલની આગેવાનીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા અમદાવાદના કોર્પોરેટર મૂળ મુસ્લિમ છે અને ખોટા પુરાવા રજૂ કરી હિન્દુ બનીને ચૂંટણી લડ્યા છે તે પ્રકારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવ્યા હતા.
ભાજપ નફરતનું રાજકારણ કરી રહી છે: કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે,'2021 થી કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યું છે, તેની ગંભીરતા જોઈને આજે નામદાર હાઇકોર્ટે અમારી ફરિયાદ દાખલ કરી છે. 2021ની ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના ચિન્હ ઉપર કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવેલા નીરવ જગદીશભાઈ કવિને આજે સાડા 3 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે. આખી જાતિ, આખો સમાજ, આખો ધર્મ બદલીને અને નવરંગપુરા જેવી પ્રજા સમક્ષ ખોટું સોગંદનામુ, ખોટું એફિડેવિટ અને ખોટી બાબતો રજૂ કરીને ભારતીય જનતા પાર્ટી જો આ પ્રકારનું સમગ્ર શહેર, સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર દેશમાં જાતિ અને ધર્મના નામે નફરતનું રાજકારણ કરતી હોય છે, ત્યારે અમને આશ્ચર્ય થાય છે કે અમે કોંગ્રેસ પાર્ટી સર્વ ધર્મની રાજનીતિ સાથે જોડાયેલા છે.'
તમામ પુરાવા અમે કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે: તેમણે વધુમાં જણાવ્યું કે,'ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા નીરવ કવિએ અસલિયતમાં મુસ્લિમ સમાજનો એમનું એફીડેવિડ, એમની જન્મતારીખ અને તે જે શાળામાં ભણતો હતો. ત્યારના તમામ સર્ટિફિકેટ તમામ ડોક્યુમેન્ટ અમે કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે તેમાં તેનો ઉલ્લેખ છે. તેની મુસ્લિમ રાજકવિ મીર સ્પષ્ટ તેની અટક લખેલી છે તે છુપાવીને સમાજ અને પ્રજા સાથે દ્રોહ કરીને એટલે ભાજપની કેવી આ રીતે બેવડી નીતિઓ છે તે આજે ફલિત થાય છે.'