ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં કોલ્ડપ્લેના કોન્સર્ટની ટિકિટની કાળા બજારી, 4500ની ટિકિટ 15000માં વેચતો યુવક ઝડપાયો - AHMEDABAD COLDPLAY CONCERT

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ થવાનું છે ત્યારે તેની ટિકિટની કાળા બજારી કરવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળા બજારી
કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળા બજારી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2025, 3:10 PM IST

અમદાવાદ:આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન શહેરના મોટેરા વિસ્તારમાંથી ટિકિટની કાળા બજારી કરતા એક વ્યક્તિની ચાંદખેડા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

ટિકિટોની કાળા બજારીનો કિસ્સો આવ્યો સામે: તમને જણાવી દઈએ કે, કોલ્ડપ્લે કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ થવાનું છે ત્યારે તેની ટિકિટની કાળા બજારી કરવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ચાંદખેડા પોલીસ દ્વારા ટિકિટની કાળા બજારી કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી અક્ષય પટેલ (Etv Bharat Gujarat)

બાતમીના આધારે આરોપી અક્ષય પટેલની અટકાયત:સમગ્ર ઘટના વિશે જો વાત કરવામાં આવે તો ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી કે, કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચાઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરીને એક આરોપી કે જેનું નામ અક્ષય પટેલ છે તેને પકડી પાડવામાં આવી છે.

ત્રણથી ચાર ગણા ભાવે વહેંચાતી હતી ટિકિટ:આરોપી અક્ષય પટેલ 2500ની ટિકિટ 10,000માં, 4,500 રૂપિયાની ટિકિટ 15,000 માં વેચતો હતો. હાલ ચાંદખેડા પોલીસ દ્વારા આરોપી અક્ષય પટેલની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની પાસેથી અલગ અલગ રકમની 6 જેટલા ટિકિટ પણ કબજે કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોટેરા સ્ટેડિયમ પાસેથી થઈ હતી ધરપકડ:આ ઘટના અંગે ETV ભારત સાથે વાત કરતા ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિકુંજ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 'ગતરોજ સાંજના સાત થી આઠ વાગ્યા વચ્ચે મોટેરા સ્ટેડિયમ પાસેથી કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળા બજારી કરતા આ એક ઈસમની ચાંદખેડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.'

આ પણ વાંચો:

  1. 'કોલ્ડપ્લે'ના કોન્સર્ટની ટિકિટ ના મળી હોય તો હવે ચિંતા નહીં, ઘર બેઠા માણી શકશો લાઈવ કોન્સર્ટ
  2. અરિજીત સિંહના ચાહકો નિરાંતે માણજો કોન્સર્ટ, મેટ્રો તરફથી આવી ખુશખબર

ABOUT THE AUTHOR

...view details