અમદાવાદમાં ક્રાઇમ રેશિયો ઘટ્યો અમદાવાદ : પોલીસ કમિશનર જી.એસ. મલિકની અધ્યક્ષતામાં પંડિત દીનદયાલ હોલ ખાતે શહેરના તમામ પોલીસ અધિકારીઓની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જણાવાયું કે 31 જુલાઇ 2023 થી પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યો ત્યારથી ગુનામાં ઘટાડો થયો છે. આંકડાઓ જોતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. ચૂંટણીઓ યોજાવાની, કામગીરી કેવી રીતે અસરકારક બની શકે તેની ચર્ચા કરવામાં આવી છે.
ગુનાખોરી ઘટવાનો દાવો : તેમણે જણાવ્યું હતું કે ચોરીમાં 26 ટકાનો ઘટાડો થયો છે. તમામ પ્રકારના ગુનાઓમાં ઘટાડો થયો છે. લૂંટમાં 28 ટકાનો ઘટાડો થયો છે. ગુનેગારોને પોલીસનો ડર લાગે તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો કે ગંભીર ગુનાઓમાં 22.3 ટકા ગુનાખોરી ઘટી છે. તેમણે નવા શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ પ્રકારની ગુનાખોરીના પ્રમાણમાં મોટો ઘટાડો થયો હોવાની વાત પણ કહી. હત્યાના બનાવોમાં 46 ટકાનો ઘટાડો, લૂંટના કેસોમાં 28 ટકાનો ઘટાડો અને ચોરીના કેસોમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ચેઈન સ્નેચિંગના કેસમાં મોટો ઘટાડો : ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં ઘટાડો નોંધાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ચૂંટણીમાં સંવેદનશીલ બૂથની મુલાકાત લેવાઇ રહી છે. ચેઈન સ્નેચિંગના કેસમાં 47 ટકા ઘટાડો થયો છે.
લોકોને સતત સચેત રહેવા માટે અપીલ : તેમણે જણાવ્યું કે ગુનેગારોને પોલીસનો ડર રહે એ પ્રકારે કામગીરી થઇ રહી છે. ડ્રીંક ઍન્ડ ડ્રાઇવ કેસના કેસમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ખાસ લોકસભાની ચૂંટણી સંદર્ભે અંગે જાણકારી આપતા કહ્યું કે ચૂંટણીમાં સંવેદનશીલ બૂથની મુલાકાત લેવાઈ રહી છે. આ ઉપરાંત સાઇબર ક્રાઇમની વધી રહેલી ઘટનાઓ અંગે લોકોને સતત સચેત રહેવા માટે અપીલ કરી હતી.
ગુનાખોરીમાં બહારની ગેંગોની સંડોવણી વધી : પોલીસનું મુખ્ય કામ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. સાયબર ક્રાઈમ વધી રહ્યો છે તેમાં ગુજરાતની બહાર ગેંગ સક્રિય છે. લોકોને અપીલ કરવામાં આવી હતી કે લોટરી સંબંધિત લિંક પર ક્લિક કરશો નહીં અને સાવચેત રહો. અકસ્માતના ગુના અટકાવવા માટે પોલીસની હાજરીને લઈને લાઈવ લોકેશન શરૂ કરવામાં આવ્યું છે.
- Valsad News : લોકસભા ચૂંટણી, તહેવારોમાં વેપારીઓને ચેતવતી વલસાડ પોલીસ, વધતી ગુનાખોરી વચ્ચે ક્રાઇમ પ્રિવેન્શન કેમ્પેઇન
- 44 ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીની કરાઈ ધરપકડ - 44 Burglaries Was Arrested