ગુજરાત

gujarat

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ - Heavy rain in Surat

By ETV Bharat Gujarati Team

Published : Jul 29, 2024, 3:36 PM IST

વરસાદે ફરી જોર પકડયું છે. ત્યારે રાજ્યના દક્ષિણી જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે સુરતમાં જો કે વરસાદી પાણીના પુલ હજી ઉતાર્યા નથી કે ફરી વરસાદ વરસી પડ્યો છે. જાણો સંપૂર્ણ બાબત. Heavy rain in Surat

સુરતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ
સુરતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ (Etv Bharat Gujarat)

સુરતમાં વરસાદી પાણીના પુલ હજી ઉતાર્યા નથી કે ફરી વરસાદ વરસી પડ્યો (Etv Bharat Gujarat)

સુરત:જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 29 જુલાઈના વહેલી સવારથી વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી હળવો વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં સીઝનના 45.6 ઈંચ સાથે 78 ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટી મહિનામાં 16 ફૂટ વધી છે.

વિસ્તારોમાં વરસાદી માહોલ: સુરત શહેરમાં મેઘમહેર જોવા મળી હતી. જો કે છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો અને છુટા છવાયા વરસાદી ઝાપટા પડતા હતા. જ્યારે આજે વહેલી સવારથી ફરી એક વખત મેઘરાજાની સવારી સુરત શહેર આવી પહોંચી છે. આજે વહેલી સવારથી જ સુરત શહેરના વરાછા વિસ્તાર સહીત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી: વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ વહેલી સવારે વરસાદી માહોલ હોય સ્કુલ, કોલેજ તેમજ નોકરી ધંધે જતા લોકોને રેઇનકોટ અને છત્રી સાથે જવાની ફરજ પડી હતી. સુરત જિલ્લાની વાત કરીએ તો સવારે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 1 ઇંચ (29mm), પલસાણામાં 1 ઇંચ (27mm), ઉમરપાડામાં અડધો ઇંચ (22mm), ચોર્યાસીમાં અડધો ઇંચ (15mm), બારડોલીમાં અડધો ઇંચ (13mm), મહુવામાં 10mm, ઓલપાડમાં 9mm, માંગરોળમાં 7mm, કામરેજમાં 6mm, માંડવીમાં 4mm વરસાદ નોંધાયો છે.

  1. અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો રાજ્યની સ્થિતિ... - Gujarat weather update
  2. રાજ્યના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ, સરદાર સરોવર ડેમમાં ૫૩%થી વધુ જળ સંગ્રહ - Gujarat monsoon

ABOUT THE AUTHOR

...view details