મુંબઈ: વરુણ ધવને તાજેતરમાં પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedIn પર તેની પ્રોફાઇલ બનાવી હતી જે ખૂબ વાયરલ થઈ હતી. પરંતુ 4 દિવસ પછી તેણે તેને ડિલીટ કરી દીધી હતી. વાસ્તવમાં LinkedIn પર પ્રોફાઇલ બનાવ્યા પછી, વરુણ ઘણો ટ્રોલ થયો અને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે ખૂબ ખરાબ રીતે ટ્રોલ થયા પછી વરુણે પોતાનું એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે.
વરુણ ધવને આ અઠવાડિયાની શરૂઆતમાં LinkedIn પર પોતાનું આકાઉન્ટ બનાવ્યું હતું અને આ નેટવર્કિંગ સાઇટ પર જોડાયો હતો. જેના પર તેણે પોતાને 'એક્ટર, ઇન્વેસ્ટર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર' તરીકે ઓળખાવ્યો હતો. તેના બાયોમાં, અભિનેતાએ લખ્યું હતું કે, "હું વરુણ ધવન, એક લાગણીશીલ અભિનેતા છું, જેને ફિલ્મોમાં કામ કરવાનો એક દાયકાથી વધુનો અનુભવ છે. 300 કરોડની મેગા હિટ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવવાથી લઈને ઘણી સારી સામગ્રી આપવા સુધી, સિનેમામાં મારી સફર ઘણી સારી રહી છે. સ્ટુડન્ટ ઑફ ધ યરમાં સ્પોર્ટ્સ ટીમનું નેતૃત્વ કરવું હોય કે પછી ભેડિયામાં એક અલગ દુનિયાની શોધખોળ કરવી..."
એકાઉન્ટ ડિલીટ કર્યું: જો કે, વરુણ ધવને પ્લેટફોર્મ પર તેની પ્રોફાઇલ બનાવ્યા પછી, સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના એક વર્ગે તેને ખરાબ રીતે ટ્રોલ કર્યો હતો. એક યુઝરે કમેન્ટ કરી કે- 'આ પ્રમોશન માટે છે પરંતુ જો આ આઈડિયા કામ કરશે તો અન્ય લોકો પણ તેના પગલે ચાલશે. લોકો પહેલાથી જ LinkedIn પરના ડાન્સને ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં ફેરવી ચૂક્યા છે.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'આપણા બધાની જેમ તે પણ લાંબા સમય માટે LinkedIn છોડી રહ્યો છે.' બીજાએ લખ્યું કે, 'હવે તેને પોતાનો CV પણ મોકલવો પડશે'. જે બાદ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે વરુણે પોતાનું એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. જો કે એવું નથી, વરુણ હજુ પણ LinkedIn પર છે.
Chalo LinkedIn par bhi debut ho gaya! https://t.co/LMK1IUwzEz
— VarunDhawan (@Varun_dvn) November 21, 2024
ફિલ્મોના કામ વિશે વાત કરીએ તો, વરુણ ધવન છેલ્લે સિટાડેલ: હની બન્નીમાં સામંથા રૂથ પ્રભુ સાથે જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં એટલીની બેબી જ્હોનમાં જોવા મળશે. આ ફિલ્મ તમિલ ફિલ્મ થેરીની રિમેક છે અને તેમાં જેકી શ્રોફ, વામિકા ગબ્બી અને રાજપાલ યાદવ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ ખાસ રોલમાં જોવા મળશે.
આ પણ વાંચો: