અમદાવાદ: શહેરમાં ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024 ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અહીં બુક ફેસ્ટિવલમાં હેપ્પી હનુમાન નામનો સ્ટોલ ચર્ચાનું અને આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હનુમાન ચાલીસાને એક અલગ અંદાજમાં દર્શકોને આપવાનો રસ્તો પ્રકાશક દ્વારા લઇ આવવામાં આવ્યો છે. શું છે આ હનુમાન ચાલીસાની વિશેષતા? આવો જાણીએ...
હનુમાન ચાલીસાનો એક અલગ અંદાજ:અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024માં હેપ્પી હનુમાન નામના પ્રકાશન દ્વારા પોતાનો સ્ટોલ લગાવવામાં આવ્યો છે. જેમાં હનુમાન ચાલીસાને એક અલગ અને સરળ અંદાજમાં લોકોને આપવા માટે ઘણા વિચારો પછી આ અલગ હનુમાન ચાલીસા તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં છવાઈ 'હનુમાન ચાલીસા' (etv bharat gujarat) મોટાભાગના લોકોએ હનુમાન ચાલીસા ગોખેલી છે: હેપ્પી હનુમાન પ્રકાશનના પ્રકાશક આશિષ ભલાણી ETV ભારત સાથે વાત કરતાં જણાવે છે કે, લોકો હનુમાન ચાલીસા વાંચે છે અને જાણે પણ છે. પરંતુ મોટાભાગના લોકોએ હનુમાન ચાલીસા ગોખેલી છે. હનુમાન ચાલીસા જાણતા અને બોલતા લોકો તેનો સાચો અર્થ અને મહત્વ સમજી શકતા નથી. આથી જ એક અલગ વિચાર કરીને અમે આ હનુમાન ચાલીસા બનાવી છે.
હનુમાન ચાલીસામાં પોતાની જાતને પૂછવા માટે અનેક સવાલ:આ હનુમાન ચાલીસાની અંદર હનુમાન ચાલીસાના છંદ, તેની સમજૂતી, તેના પ્રતિકાત્મક ચિત્રની સાથે-સાથે પોતાની જાતને પૂછવા માટેનો એક સવાલ તથા એક ટાસ્ક કે જે તે વ્યક્તિએ કરવાનો રહેશે.
શું કહ્યું હનુમાન ચાલીસાના પ્રકાશકે?:પ્રકાશક આશિષ ભલાણી વધુ વાત જણાવે છે કે, આમ તો કોઇ પણ વ્યક્તિને કોઇ પણ પુસ્તક સહેજ પણ વળી જાય તો તેમને પસંદ આવતું નથી, ત્યારે હું કહું છું કે, અમારી પુસ્તક ફાડી નાખો, કેમ કે અમારી પુસ્તકમાં ફોટોગ્રાફ્સ આવેલા છે, જે હનુમાન ચાલીસાના પ્રતિકાત્મક ચિત્રો છે. જેને તમે ફોટો ફાડીને ફ્રેમ કરીને સુશોભન તરીકે પણ તમારા ઘરમાં કે ઓફિસમાં લગાવી શકો છો. જો કે પુસ્તક એમ નામ જ રહેશે તો ઘરના કોઇ ખૂણામાં પડી રહેશે, જો તમે તેને ફાડીને ફ્રેમ કરીને ઘરની દીવાલ પર લગાવશો તો તે અસરકારક રહેશે.
પ્રકાશકે કેવી રીતે બનાવી હનુમાન ચાલીસા?: વધુમાં આશિષ ભલાણી જણાવે છે કે, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં છપાયેલી તમામ હનુમાન ચાલીસાનું અધ્યયન કરીને આ હનુમાન ચાલીસા બનાવવામાં આવી છે. આ હનુમાન ચાલીસાથી લોકો તેનો સાચો અર્થ સમજી શકશે અને સાથે પોતાના જીવનમાં પણ તેમને આ ઉપયોગી બનશે.
મોરારીબાપુએ આશીર્વાદ આપ્યા:આશિષ ભલાણી વધુમાં વાત કરતાં કહ્યું હતું કે, મોરારીબાપુ અને અનુપમ ખેર સહિતના લોકોએ પણ આ હનુમાન ચાલીસાને વખાણી છે.
અલગ-અલગ સાઈઝમાં છાપવામાં આવી:પ્રકાશકના જણાવ્યા અનુસાર સ્મોલ, A4 અને લાર્જ એમ અલગ અલગ સાઇઝમાં આ હનુમાન ચાલીસા છાપવામાં આવી છે. જેથી લોકો પોતાની સુવિધા પ્રમાણે અને આર્થિક સ્થિતિ પ્રમાણે હનુમાન ચાલીસા વસાવી શકે.
આ પણ વાંચો:
- સાબરમતીના કાંઠે વહી જ્ઞાનની નદી, અમદાવાદના આંગણે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024 નો પ્રારંભ
- અમદાવાદના આંગણે 45માં સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવનું આયોજન, 150 કલાકારો લેશે ભાગ