મોરબી: મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને મળેલ બાતમીને આધારે માળિયા તાલુકાના નવા દેવગઢ ગામે રહેતા જયદીપ જીવણ સવસેટા અને જયરાજ જીવણ સવસેટા બંને ભાઈઓના ઘરે રેડ પાડી હતી. જેમાં બંને ભાઈઓ ભેગા મળી પોતાના જ મકાનમાં સસ્તા ભાવના ઈંગ્લીશ દારૂમાં કેમિકલ ભેળવી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતા હતા, અને ઈંગલીશ દારૂની બોટલમાં પેકિંગ કરવાની કામગીરી કરતા હતા. જ્યાં આરોપીના રહેણાંક મકાન ખાતેથી પોલીસે આરોપી જયદીપ સવસેટા અને જયરાજ સવસેટા (રહે. બંને નવા દેવગઢ)ને ઝડપી લીધા હતા.
માળિયામાં ઈંગ્લીશ દારૂની બોટલમાં ડુપ્લીકેટ દારૂ બનાવી વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું - duplicate liquor selling scam - DUPLICATE LIQUOR SELLING SCAM
માળિયાના નવા દેવગઢ ગામે રહેણાંક મકાનમાં સસ્તી ઈંગ્લીશ દારૂની બોટલમાં કેમિકલ ભેળવી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવી વેચાણ કરવાના કોભાંડનો પર્દાફાશ કરવામાં થયો છે. જેમાં મોરબી એલસીબી ટીમે બે ઈસમોને ઝડપી લઈને 2.79 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે, તેમજ અન્ય છ આરોપીઓના નામો ખુલતા વધુ તપાસ હાથ ધરી છે. duplicate liquor selling scam
Published : Jul 6, 2024, 6:32 PM IST
2 લાખથી વધુનો મુદામાલ ઝડપાયો:રેડ પાડતા પોલીસને સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 12 કિંમત રૂ 4500, અન્ય બ્રાંડની દારૂની બોટલ નંગ 04 કિંમત રૂ 7200, ડુપ્લીકેટ તૈયાર કરેલ ઈંગ્લીશ દારૂ પ્રવાહી લીટર 40 કિંમત રૂ 2,25,000 તેમજ દારૂની ખાલી બોટલ નંગ 384 કિંમત રૂ 7680, અન્ય બ્રાંડની દારૂની ખાલી બોટલ નંગ 780 કિંમત રૂ 15,600, બોટલ પર લગાડવાના અલગ અલગ કંપનીના ઢાંકણા નંગ 1540 કિંમત રૂ 15,400, બોટલ પર લગાડવાના સ્ટીકર નંગ 2200 તેમજ હેન્ડ મશીન નંગ 02 કિંમત રૂ 1000 અને મોબાઈલ કિંમત રૂ 2000 સહીત કુલ રૂ 2,79,705 નો મુદામાલ કબજે લીધો હતો.
અન્ય છ આરોપીઓના નામ ખુલયા: આ બે શખ્સોની ધરપકડ કરી પૂછતાછ કરતા અન્ય આરોપી અલ્તાફ ઉર્ફે રાજા સોકત ખોડ (રહે. મોરબી જોન્સનગર), કિશન ઉર્ફે કાનો અશોક પાટડીયા (રહે. નાની વાવડી, તા.મોરબી), લક્કીરાજસિંહ દરબાર, ચિરાગ, સાજીદ ઉર્ફે સાજલો લાધાણી અને બાલો સથવારો એમ છ આરોપીનો નામ ખુલયા છે. જે બાદ માળિયા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.