બનાસકાંઠા :અંબાજી નજીક ગબ્બર ખાતે ચાલી રહેલા 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવમાં આજે ગુજરાતની આખી સરકાર સહભાગી થઈ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી, શંકર ચૌધરી સહિત ગુજરાતના ધારાસભ્યોએ પૂજા અર્ચના કરી હતી. ઉપરાંત સુંદર વ્યવસ્થાની સાથે સુચારુ અને રૂડું આયોજન કરવા બદલ ગુજરાત સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરમાં માઁ અંબા સમક્ષ શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
માઁ અંબાના સાનિધ્યમાં ગુજરાત સરકાર માઁ અંબાના ધામમાં ગુજરાત સરકાર : ગુજરાત સરકારનું સંપૂર્ણ મંત્રી મંડળ સાથે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ અંબાજી મંદિર દર્શનાર્થે આવ્યા હતા. આ પ્રસંગે શંકર ચૌધરીએ અંબાજી નજીક ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવના વિવિધ સંકુલોમાં પૂજા-અર્ચના કરી અંબાજી મંદિરમાં પણ દર્શન કર્યા હતા. અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ અંબાજી મંદિર ચાચર ચોકમાં મંત્રી મંડળે એકસાથે ફોટોસેશન કરાવ્યું હતું.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે શંકર ચૌધરી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ : ગુજરાતનું સંપૂર્ણ મંત્રી મંડળ એટલે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિત ગુજરાતના ધારાસભ્યોએ અંબાજીના સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું હતું. ત્યારબાદ એકાવન શક્તિપીઠના વિવિધ સંકુલોમાં પૂજા-અર્ચના કર્યા બાદ મહાઆરતીમાં જોડાયા હતા. ઉપરાંત લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યા બાદ અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા.
અંબાજી મંદિરમાં મંત્રી મંડળ ફોટોસેશન મંત્રીમંડળ સહિત ધારાસભ્યો સહભાગી થયા : ધારાસભ્ય રીવાબા જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ સુંદર અને ઉત્તમ આયોજન કરવામાં આવ્યું છે અને અમને પણ આ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવાની તક મળી છે. અમે પણ પરિક્રમા મહોત્સવમાં મંદિરમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી છે. ખાસ કરીને આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરીએ છીએ. ગુજરાતના વિવિધ ધારાસભ્ય અંબાજી પહોંચ્યા હતા. તેમાં દાહોદ જિલ્લાના એક ધારાસભ્યએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, હું પ્રથમવાર અંબાજી આવ્યો છું. પરિક્રમા દરમિયાન અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તોમાં અનેરો આનંદ છે. જે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.
- Ambaji 51 Shaktipith Parikrama: 51 શક્તિપીઠ પરિક્રમાનો 3જો દિવસ, 2 દિવસમાં 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
- Banaskantha News : 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરાઇ