રાજકોટ:TRP ગેમઝોન પ્રકરણમાં શરતભંગ થયાનું સામે આવ્યા બાદ જીલ્લા કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં 47 કેસોની સુનાવણી કરવામા આવી હતી.જેમાંથી ૩ કેસોમાં ફરિયાદ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. ઉપરાંત કલેકટર રેવન્યુ અધિકારીઓ સાથે બેઠક યોજી જીલ્લાની રેવન્યુ કામગીરીની સમિક્ષા પણ કરવામાં આવી હતી. જેમાં શરતભંગ, દબાણ, હકપત્રક નોંધ સહિતની કામગીરીના રિવ્યુ રિપોર્ટ કલેકટર દ્વારા લેવામાં આવેલ હતા. આ ઉપરાંત અરજદારોના પેન્ડીંગ પ્રશ્નોનો જલ્દી નિકાલ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો હતો.
રાજકોટમાં લેન્ડ ગ્રેબીગ કમિટીની બેઠકમાં 47 કેસોની સુનાવણી, 3 કેસ સામે ફરિયાદ - Rajkot TRP Game Zone incident - RAJKOT TRP GAME ZONE INCIDENT
રાજકોટ TRP ગેમઝોન પ્રકરણમાં શરતભંગ ઘટના બાદ જીલ્લા કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક ગોઠવવામાં આવી હતી. જેમાં 47 કેસોની સુનાવણી કરવામા આવી હતી અને અંતે 3 કેસો સામે ફરિયાદ કરવાની નિર્ણય લેવામાં આવ્યો છે. જાણો સંપૂર્ણ બાબત. Rajkot TRP Game Zone incident
Published : Jul 13, 2024, 2:34 PM IST
28 જેટલા કેસ ડ્રોપ:રાજકોટના કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં લેન્ડ ગ્રેબિંગને અનુલક્ષીને 47 કેસો પર કમિટી મેમ્બર્સ દ્વારા કેસ સ્ટડી બાદ 3 કેસમાં FIR નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે 28 જેટલા કેસ ડ્રોપ કરવામાં આવેલા છે. જ્યારે અન્ય 16 કેસમાં સમાધાન થયેલ છે.
કાયદા અને વ્યવસ્થા પરિસ્થિતિની સમીક્ષા: આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કલેકટર કચેરી ખાતે સરફેસી એકટ અંતર્ગત રેવન્યુ અધિકારીઓ દ્વારા કરાયેલી કામગીરીની પણ નોંધ લેવામાં આવી હતી. આ રેવન્યુ અધિકારીઓની બેઠક બાદ લેન્ડ ગ્રેબિંગ અને લો એન્ડ ઓર્ડરની બેઠક પણ કલેકટર દ્વારા આયોજીત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, લેન્ડ ગ્રેબિંગના કેસોમાં આ વખતે ઘટાડો જોવા મળ્યો છે. 47 કેસોની આ બેઠકમાં સુનાવણી ઉપરાંત લો એન્ડ ઓર્ડરની બેઠકમાં રાજકોટ શહેર-જીલ્લાના કાયદા અને વ્યવસ્થા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.