ગુજરાત

gujarat

ETV Bharat / sports

આંતરાષ્ટ્રીય ટેસ્ટ મેચ સમાન અંડર- 14 બાળકોની ટુડે મેચ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની ડિસ્ટ્રીકટ મેચનો પ્રારંભ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા અંડર-14ની ડિસ્ટ્રીકટ ટુડે મેચ ટુર્નામેન્ટ રમાડી રહ્યું છે. જાણો આ ટુર્નામેન્ટને લઈને ખેલાડી અને કોચનું શું કહેવું છે?

ભાવનગરમાં અંડર- 14 બાળકોની ટુડે મેચ
ભાવનગરમાં અંડર- 14 બાળકોની ટુડે મેચ (ETV Bharat Gujarat)

By ETV Bharat Sports Team

Published : Dec 2, 2024, 6:20 PM IST

Updated : 9 hours ago

ભાવનગર:ક્રિકેટ આજે ભારતવાસીઓ માટે હૃદયની રમત બની ગઈ છે. પરંતુ ક્રિકેટમાં શરીરની ક્ષમતા મજબૂત હોવી જરૂરી બની જાય છે. રાષ્ટ્રીય કક્ષાની ટીમ સુધી પહોંચવા માંગતા ખેલાડીને પોતાની ફીટનેશ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. જેને સપોર્ટ કરવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન અંડર-14ની ડિસ્ટ્રીકટ ટુડે મેચ ટુર્નામેન્ટ રમાડે છે. નવીન વાત એ છે કે નાની ઉંમરે બાળકો ટુડે મેચ રમી રહ્યા છે. આ ટુર્નામેન્ટને લઈને ખેલાડી અને કોચનું શું કહેવું છે ચાલો જાણીએ…


સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની ડિસ્ટ્રીકટ મેચનો પ્રારંભ:

ભાવનગરના ભરુચા ક્લબ એટલે સર ભાવસિંહજી ક્રિકેટ કલબમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની અંડર 14ની ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. ત્યારે રણજી ટ્રોફીના પૂર્વ ખેલાડી ઇનાયત પઠાણે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ સૌરાષ્ટ્ર ટિકિટ એસોસિએશન ઓર્ગેનાઈઝ કરે છે. અંડર 14 ના લેવલની મેચ હોય એ બંને ટીમને 90 90 ઓવર રમવાની હોય છે અને આ ટુર્નામેન્ટ ઉપરથી સૌરાષ્ટ્રની ટીમનું સિલેક્શન થાય છે અને એમાં જે બધા સૌરાષ્ટ્ર વાળા પ્રોબેબલ્સ જે 40 થી 45 છોકરાઓ હોય એ કરે છે, ત્યાં પણ પછી મેચો રમાડે છે. સિલેક્શન મેચો એના ઉપરથી ફાઈનલ સિલેક્શન થતું હોય છે. આજે ભાવનગર ડિસ્ટ્રિક્ટ અને બોટાદ ડીસ્ટ્રીક વચ્ચે અહીંયા મેચ રમાઈ રહ્યો છે ભાવનગરમાં ભરુચા ગ્રાઉન્ડ ઉપર.

ભાવનગરમાં અંડર- 14 બાળકોની ટુડે મેચ (ETV Bharat Gujarat)

ભરુચાના અનેક પ્લેયર ઇન્ડિયન ટીમ પહોંચ્યા:

ભાવનગર શહેરના સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબમાં અનેક ખેલાડીઓ ઇન્ડિયાની ટીમ સુધી પહોંચ્યા છે, ત્યારે અન્ડર 14 ની ચાલતી ટુર્નામેન્ટને પગલે ભરુચા ક્લબના પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે ભરુચા ક્રિકેટ ક્લબમાં ઘણી ટુર્નામેન્ટ રમાય છે, ત્યારે હાલ ખાસ અંદર 14ની ટુર્નામેન્ટ જેને હું કહું તો અંડર 14 ક્રિકેટનું પ્રથમ પગથિયું કહેવાય જે સારી બાબત છે. ભાવનગર અનેક ખેલાડીઓ આપ્યા છે અને હાલ ભાવનગરમાંથી અનેક ખેલાડીઓ રણજી ટ્રોફી રમી રહ્યા છે.

ભાવનગરમાં અંડર- 14 બાળકોની ટુડે મેચ (ETV Bharat Gujarat)

90 - 90 ઓવરની મેચ પડકાર રૂપ:

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા દર વર્ષે ટુડે મેચ રમાડવામાં આવે છે જેમાં 90 90 ઓવરની મેચોનું આયોજન હોય છે. ત્યારે મેચ રમતા બોટાદ ટીમના પ્લેયર કાવ્ય પટેલે જણાવ્યું હતું કે, '10 ઓવરની મેચ હોય અને 20 ઓવરની મેચ હોય તો એમાં હિટિંગ પાવર કરીને મારવું પડે છે. એમાં વિકેટનું મહત્વ નથી હોતું પણ આમાં ટુડેમાં વિકેટ સાચવવી પડે અને ફિટનેસ પણ હોવું જરૂરી છે.' ભરૂચા કલબમાં સાંજે સારી ફિટનેસ માટે પ્રેક્ટિસ થાય છે. ત્યારે ખેલાડી રોહન મહેતાએ જણાવ્યું હતું કે, ટેમ્પરામેંટ વિશે હોય છે, લાંબુ ટકવું કે બોલેરોને લાંબી ઓવર નાંખવાની હોય છે. આમાં ઓપનર્સ વધુ સમય ટકી શકે છે મને શીખવા મળ્યું કે લાંબી રમત કેવી રીતે રમવી.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (ETV Bharat Gujarat)

ભાવનગરના આંગણે રમાઈ રહેલી અંડર 14ની ટુડે મેચમાં બોટાદ ટીમના કોચ મિતેશ ચૌહાણે જણાવ્યું હતું કે, 'સારામાં સારા ફોર્મેટમાં ક્રિકેટ મેચ રમાઈ રહી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા 90- 90 ઓવરની એટલે ટુડે મેચ છે. એમાં સારા પ્લેયર આપણને અને ભારતીય ટીમને મળશે. જેમ કે અમારો પ્લેયર કાવ્ય પટેલ એને લાસ્ટ ઇયર આ જ ટુર્નામેન્ટમાં 300 પ્લસ રન બનાવ્યા હતા. અમારો ગોલ તેમને અંડર 19 ટીમ સુધી મોકલવાનો છે. આ સારું પ્લેટફોર્મ છે. સૌરાષ્ટ્રમાંથી ઘણા ખેલાડી ભારતીય ટીમમાં રમી ચૂક્યા છે. આનાથી ડોમેસ્ટિક અને ગ્રાસરૂટ લેવલે સૌરાષ્ટ્રને પ્લેયર મળી રહેશે.'

એક દિવસમાં બે ઇનિંગ બે સદીનો રેકોર્ડ

ભાવનગરના ભરૂચ ચોકમાં ચાલતી અન્ડર 14 ની 90 ઓવરની ટુર્નામેન્ટ ભાવનગર અને બોટાદની વચ્ચે રમાઈ રહી છે. ત્યારે બોટાદ ટીમના કોચ મિતેષ ચૌહાણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 'આજે એક દિવસમાં બે ઇનિંગ રમાવા પામી છે. બોટાદ ટીમના કાવ્ય પટેલે સવારે પ્રથમ ઇનિંગમાં 100 રન અને બપોર બાદ ફરી બીજી ઇનિંગમાં બેટીંગ આવતા બીજા 100 રન મારીને સૌરાષ્ટ્ર ક્ષેત્રે રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આમ નાની વયે રેકોર્ડ સ્થાપિત કરનાર કાવ્ય પટેલ પ્રથમ ખેલાડી કહી શકાય.'

આ પણ વાંચો:

  1. 15.5 ઓવરમાં 5 રન અને 4 વિકેટ બોલિંગ… કેરેબિયન બોલરે ક્રિકેટમાં જગતમાં રચ્યો ઇતિહાસ
  2. ન ભૂતો ન ભવિષ્યતિ… 13 વર્ષના વૈભવે દુબઈમાં મેદાનમાં પગ મૂકતાની સાથે જ ઈતિહાસ રચ્યો, કોઈને આ સફળતા મળી નથી
Last Updated : 9 hours ago

ABOUT THE AUTHOR

...view details