ગુજરાત

gujarat

ETV Bharat / sports

4,4,4,4,4,4,4... છ બોલમાં સાત ચોગ્ગા, ભારતીય ક્રિકેટમાં પહેલી વાર આવું બન્યું, જુઓ વિડીયો - 7 FOURS IN 6 BALLS

વડોદરામાં રમાયેલ વિજય હઝારે ટ્રોફીમાં તમિલનાડુના ઓપનર નારાયણ જગદીશને એક જ ઓવરમાં સતત 6 ચોગ્ગા ફટકાર્યા. જુઓ વિડિયો

છ બોલમાં સાત ચોગ્ગા
છ બોલમાં સાત ચોગ્ગા ((Screenshot from X))

By ETV Bharat Sports Team

Published : 9 hours ago

Updated : 9 hours ago

વડોદરા:તમિલનાડુના ઓપનર એન. જગદીશને પોતાની શાનદાર બેટિંગથી બધાનું દિલ જીતી લીધું છે. આ ખેલાડીએ વિસ્ફોટક બેટિંગનું અદ્ભુત ઉદાહરણ રજૂ કર્યું. નારયણ જગદીશ જે જમણા હાથના ઓપનિંગ બેટ્સમેન છે, તેેણે એક જ ઓવરમાં સતત 6 ચોગ્ગા ફટકાર્યા. જગદીશને રાજસ્થાનના ઓપનર અમન શેખાવતની ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. રસપ્રદ વાત એ છે કે, શેખાવતે તેની એક ઓવરમાં કુલ 29 રન આપ્યા જેમાં 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

એક જ ઓવરમાં સાત ચોગ્ગા: જમણા હાથનો મધ્યમ ઝડપી બોલર તેની બીજી ઓવર નાખવા આવ્યો અને તેનો પહેલો બોલ વાઈડ ગયો, જેના પરિણામે એક ચોગ્ગો લાગ્યો. આ પછી, અમન શેખાવતે વાપસી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગયો. અમન શેખાવતે સળંગ શોર્ટ બોલ ફેંક્યા અને જગદીશને ઓફસાઇડની બહાર કટ કરીને અને ઓનસાઇડ પર પુલ શોટ રમીને સતત 6 ચોગ્ગા ફટકાર્યા. આમ, તમિલનાડુને અમનના ઓવરના દરેક બોલ પર ફોર મળી. અમન શેખાવત હાલમાં એક યુવા બોલર છે અને તેણે ફક્ત 4 લિસ્ટ A મેચ રમી છે.

વરુણ ચક્રવર્તીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું:

જગદીશન પહેલા વરુણ ચક્રવર્તીએ પણ તમિલનાડુ માટે સારું પ્રદર્શન કર્યું હતું. જમણા હાથના સ્પિનરે 52 રન આપીને પાંચ વિકેટ લીધી. ચક્રવર્તીએ લિસ્ટ A ક્રિકેટમાં ચોથી વખત પાંચ વિકેટ લીધી. આ પ્રદર્શન સાથે, ચક્રવર્તીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાનો દાવો પણ મજબૂત બનાવી દીધો છે.

રાજસ્થાનના બેટ્સમેનની સદી:

જોકે, રાજસ્થાન માટે ઓપનર અભિજીત તોમરે પણ શાનદાર પ્રદર્શન કર્યું. આ ખેલાડીએ ૧૧૧ રનની સદીની ઇનિંગ રમી. કેપ્ટન મહિપાલ લોમરોરે પણ 60 રનની ઇનિંગ રમી. પરંતુ આ બંને બેટ્સમેન રાજસ્થાનને મોટા સ્કોર સુધી પહોંચાડી શક્યા નહીં. રાજસ્થાનની ટીમ 267 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

આ પણ વાંચો:

  1. ટુંક જ સમયમાં શરૂ થશે રાજકોટમાં ખરાખરીનો જંગ, ભારત - આયર્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ અહીં જુઓ લાઈવ
  2. ગુજરાતનું ભાવનગર બન્યું 'બાસ્કેટબોલ હબ', દેશભરના ખેલાડીમાંથી પસંદ કરાશે નેશનલ ટીમ
Last Updated : 9 hours ago

ABOUT THE AUTHOR

...view details