ગકેબેરહા: દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો પાંચમો દિવસ આજે એટલે કે 9મી ડિસેમ્બરે રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગકેબેરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ ચોથા દિવસના અંતે 52 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 252 રન બનાવી લીધા છે. હવે મહેમાન ટીમને જીતવા માટે 143 રનની જરૂર છે. આ સ્થિતિમાં યજમાન ટીમને 5 વિકેટની જરૂર છે. આ મેચ રોમાંચક બને તેવી શક્યતા છે.
બંને ટીમો માટે મહત્વનો દિવસઃ
શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસ હાલમાં 56 બોલમાં 39 અને ધનંજય ડી સિલ્વા 64 બોલમાં 39 રન બનાવીને અણનમ છે. આ સિવાય પથુમ નિસાંકાએ 18 રન, દિનેશ ચાંદીમલે 29 રન, એન્જેલો મેથ્યુસે 32 રન અને કામિન્દુ મેન્ડિસે 35 રન બનાવ્યા હતા. બીજી તરફ દક્ષિણ આફ્રિકા માટે કેશવ મહારાજ અને ડેન પેટરસને બીજી ઇનિંગમાં અત્યાર સુધી સારી બોલિંગ કરી છે. બંને બોલરોએ 1-1 વિકેટ લીધી હતી. કાગીસો રબાડાને એક વિકેટ મળી. બંને ટીમો માટે પાંચમો દિવસ નિર્ણાયક છે. શ્રીલંકાને જીતવા માટે 143 રનની જરૂર છે જ્યારે દક્ષિણ આફ્રિકાને પાંચ વિકેટની જરૂર છે.
આફ્રિકાને 348 રનનો લક્ષ્યાંક:
દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટના બીજા દાવમાં 317 રન બનાવી શ્રીલંકાને 348 રનનો પડકારજનક ટાર્ગેટ આપ્યો હતો. ટેમ્બા બાવુમા (66 રન, 116 બોલ) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (47 રન, 112 બોલ) એ મહત્વની ઇનિંગ્સ રમી હતી, જ્યારે ડેવિડ બેડિંગહામ (35) અને એડન માર્કરામ (55) એ પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી પ્રભાત જયસૂર્યાએ શાનદાર બોલિંગ કરી અને 34 ઓવરમાં 129 રન આપીને 5 વિકેટ લીધી. વિશ્વા ફર્નાન્ડોએ 2 અને અસિથા ફર્નાન્ડો અને લાહિરુ કુમારે 1-1 વિકેટ લીધી હતી.
શ્રીલંકાની ખોટથી ભારતને ફાયદોઃ
જો શ્રીલંકા આ મેચ જીતે છે, તો તે 54.54 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી જશે. હાલમાં, તેઓના 50 ટકા માર્કસ છે અને તેઓ ચોથા સ્થાને છે. તેથી, જો શ્રીલંકા આ મેચ હારી જાય છે, તો હાલમાં ત્રીજા સ્થાને રહેલી ભારતીય ટીમ (57.29 ટકા પોઈન્ટ) બીજા સ્થાને આવી જશે. ઓસ્ટ્રેલિયા 60.71 ટકા માર્ક્સ સાથે ટોપ પર રહેશે. માટે જો શ્રીલંકા આ મેચ હારશે તો ભારતને પોઇન્ટ્સ ટેબલમાં ફાયદો થશે.
બંને ટીમો વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડ:
દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા અત્યાર સુધી ટેસ્ટમાં 32 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે. આમાંથી 17 મેચ આફ્રિકાની ટીમોએ જીતી છે. શ્રીલંકાએ 9 મેચ જીતી છે. આ સિવાય 6 મેચ ડ્રો રહી છે. આ દર્શાવે છે કે, દક્ષિણ આફ્રિકાની ટીમ ઘણી મજબૂત છે. દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી બંને ટીમો 18 વખત સામસામે આવી ચુકી છે. જેમાં દક્ષિણ આફ્રિકાએ 18માંથી 14 મેચ જીતી છે. જ્યારે શ્રીલંકાની ટીમ માત્ર ત્રણ વખત જીતવામાં સફળ રહી છે. આ સિવાય એક મેચ ડ્રો રહી છે.
- દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો પાંચમો દિવસ આજે, સોમવાર, 9 ડિસેમ્બર, સેન્ટ જ્યોર્જ પાર્ક, ગકબરાહા ખાતે IST બપોરે 1:30 વાગ્યાથી રમાશે.
- દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા ટેસ્ટ સિરીઝનું ભારતમાં ટીવી પર સ્પોર્ટ્સ 18-1 અને સ્પોર્ટ્સ 18-1 એચડી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. લાઇવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. આ રીતે ચાહકો અહીંથી ચોથી ટેસ્ટના પાંચમા દિવસની મજા માણી શકશે.
આ પણ વાંચો:
- BCCIને મળ્યો નવો સચિવ… આ ભૂતપૂર્વ ક્રિકેટરને મળી જવાબદારી
- એડિલેડથી વેલિંગ્ટન… 3217 કિમીના અંતરે 12 મિનિટમાં બે મેચમાં બન્યો એકસરખો સંયોગ, જાણો કેવી રીતે?