રાજકોટ: રણજી ટ્રોફી 2024-25 ના બીજા તબક્કાની મેચમાં સૌરાષ્ટ્રએ દિલ્હીને ખરાબ રીતે હરાવ્યું છે. તેઓએ રાજકોટમાં રમાયેલી મેચ 10 વિકેટથી જીતી લીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો અનુભવી ખેલાડી ઋષભ પંત દિલ્હી તરફથી રમી રહ્યો હતો. પણ તે કંઈ ખાસ કમાલ કરી શક્યો નહીં, અને તે ફ્લોપ ગયો. પરંતુ ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા મેચમાં ચમક્યો. જાડેજાએ બંને ઇનિંગમાં 12 વિકટ ઝડપી હતી.
- આ સાથે રવીન્દ્ર જાડેજાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 500 વિકેટનો આંકડો પૂરો કરી લીધો છે. જાડેજાએ 136 ફર્સ્ટ ક્લાસ મેચમાં 554 વિકેટ ઝડપી છે. અને 7504 રન પૂરા કરી લીધા છે.
દિલ્હી 188 રનમાં ઓલઆઉટ:
દિલ્હીની ટીમ પ્રથમ ઇનિંગમાં 188 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સમય દરમિયાન યશ ધુલએ 44 રનનું યોગદાન આપ્યું. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા. મયંક ગુસૈને 38 રનની અણનમ ઇનિંગ રમી. બીજી ઇનિંગમાં ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું. તે 94 રન બનાવીને બોલ્ડ આઉટ થઈ ગઈ. આ ઇનિંગમાં કેપ્ટન આયુષ બદોનીએ 44 રન બનાવ્યા. જ્યારે રિષભ પંત 17 રન બનાવીને આઉટ થયો હતો.
સૌરાષ્ટ્રએ મુંબઈને 10 વિકેટે હરાવ્યું
સૌરાષ્ટ્રએ મુંબઈ સામે જોરદાર પ્રદર્શન કર્યું. ટીમે પ્રથમ ઇનિંગમાં 271 રન બનાવ્યા અને પછી ઓલઆઉટ થઈ ગઈ. આ દરમિયાન હાર્વિક દેસાઈએ 93 રન બનાવ્યા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા. અર્પિતે અડધી સદી ફટકારી અને 62 રન બનાવ્યા. આ પછી, સૌરાષ્ટ્રે બીજી ઇનિંગમાં ફક્ત 15 રન બનાવીને મેચ જીતી લીધી. ટીમે આ મેચ 10 વિકેટથી જીતી હતી. જાડેજાને તેના અદભૂત પ્રદર્શન બદલ 'મેન ઓફ ધ મેચ' આપવામાં આવ્યો હતો.
Tha7⃣apathy for a reason! 🔥🌪️#WhistlePodu #RanjiTrophy @imjadeja pic.twitter.com/nwTkiNEUOn
— Chennai Super Kings (@ChennaiIPL) January 24, 2025
જડ્ડુ હિટ ગયો અને પંત ફ્લોપ:
ભારતીય ટીમનો મહત્વ ઓલરાઉન્ડર અને સૌરાષ્ટ્રના ખેલાડી રવિન્દ્ર જાડેજા પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીની પહેલી ઇનિંગ દરમિયાન તેણે 5 વિકેટ લીધી હતી. તેણે 17.4 ઓવરમાં 66 રન આપ્યા. તેણે બીજી ઇનિંગમાં પણ ઘાતક બોલિંગ કરી અને 7 વિકેટ લીધી. આ સાથે, તેણે સૌરાષ્ટ્રની પહેલી ઇનિંગ દરમિયાન 38 રન પણ બનાવ્યા. પરંતુ દિલ્હીનો ખેલાડી રિષભ પંત કંઈ ખાસ કરી શક્યો નહીં. તે પહેલી ઇનિંગમાં 1 રન અને બીજી ઇનિંગમાં 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
આ પણ વાંચો: