ખેલાડી રેહાન અહેમદ વિષયક સ્પષ્ટતા કરવામાં આવી રાજકોટ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ મેચ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડની ટીમને કેવી રીતે હરાવી શકાય તે અંગે અને રાજકોટના ગ્રાઉન્ડ વિશે માહિતી આપી હતી. આજે ખંડેરી સ્ટેડિયમનું નામકરણ થવાનું છે. જે સંદર્ભે એક ભવ્ય સેરેમની કાર્યક્રમ પણ યોજવામાં આવનાર છે. જેમાં BCCIના વડા જય શાહ વિશેષ ઉપસ્થિત રહેશે.
સ્ટેડિયમની પિચ સપાટ અને સખતઃ રવિન્દ્ર જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે રાજકોટ સ્ટેડિયમની પિચ હંમેશા સપાટ અને સખત રહેતી હોય છે. તેમજ જ્યારે જ્યારે અહીંયા ક્રિકેટ મેચ રમવાનું થાય તે દરમિયાન પિચ જુદી જુદી રીતે વર્તે છે. આ સાથે જ ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચને લઈને જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડને હરાવવું મુશ્કેલ નથી. ઈંગ્લેન્ડની ટીમ અલગ રીતે ક્રિકેટ રમે છે. આ ટીમ આક્રમક રીતે રમતી હોય છે. ત્યારે યોગ્ય રણનીતિથી ઈંગ્લેન્ડની ટીમને હરાવી શકાય છે.
રાજકોટ સ્ટેડિયમની પિચ હંમેશા સપાટ અને સખત રહેતી હોય છે અશ્વિનનો 500 વિકેટનો લક્ષ્યાંકઃ આ ટેસ્ટ મેચમાં ભારતીય બોલર અશ્વિન પોતાના કરિયરની 500 વિકેટ લેવાનો લક્ષ્યાંક પૂરું કરી શકે તેવી શક્યતાઓ છે. જાડેજાએ જણાવ્યું હતું કે, હું અશ્વિનની 500મી વિકેટને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. જ્યારે મને એમ હતું કે અશ્વિન ભારત ઈગ્લેન્ડ વચ્ચેના પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન જ 500 વિકેટનો લક્ષ્યાંક પૂર્ણ કરી લેશે પરંતુ હવે તે મારા હોમ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે 500 વિકેટનો લક્ષ્યાંક પૂર્ણ કરશે જેનો મને આનંદ થશે.
નવા ખેલાડીઓ માટે ઉત્તમ તકઃ રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે હાલમાં નવા ખેલાડીઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહ્યા છે. આ સારો સમય છે કે નવા ખેલાડીઓના કરિયરને ઘરેલું મેદાન ઉપર સ્ટાર્ટ કરવાનો, રવિન્દ્ર જાડેજાએ ટીમ અંગે વધુમાં જણાવ્યું હતું કે આજે દેવદત અને આકાશદીપ દ્વારા આજે પ્રેક્ટિસ કરવામાં આવી હતી. જ્યારે જસપ્રિત બુમરા પણ રાજકોટ ખાતે આવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાની છે. જેને લઈને બંને ટીમના ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 5 મેચની ટેસ્ટ સિરીઝમાં બંને ટીમ દ્વારા એક એક મેચમાં જીત હાંસીલ કરવામાં આવી છે. જ્યારે 3જી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે. આ મેચ માટે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઈંગ્લેન્ડને હરાવવું મુશ્કેલ નથી. ઈંગ્લેન્ડની ટીમ અલગ રીતે ક્રિકેટ રમે છે. આ ટીમ આક્રમક રીતે રમતી હોય છે. ત્યારે યોગ્ય રણનીતિથી ઈંગ્લેન્ડની ટીમને હરાવી શકાય છે. મને એમ હતું કે અશ્વિન ભારત ઈગ્લેન્ડ વચ્ચેના પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન જ 500 વિકેટનો લક્ષ્યાંક પૂર્ણ કરી લેશે પરંતુ હવે તે મારા હોમ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે 500 વિકેટનો લક્ષ્યાંક પૂર્ણ કરશે જેનો મને આનંદ થશે...રવિન્દ્ર જાડેજા(ક્રિકેટર, ભારત)
ઈંગ્લેન્ડ કેપ્ટને રેહાન મુદ્દે સ્પષ્ટતા કરીઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં પત્રકારે રેહાન અહેમદને રાજકોટ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો તે મુદ્દે સવાલ કર્યો હતો. આ સવાલના જવાબમાં બેન સ્ટોક્સ દ્વારા પોતાના ખેલાડી રેહાન અહેમદ વિષયક સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં બેન સ્ટોક્સે જણાવ્યું હતું કે, રેહાનનો રાજકોટ એરપોર્ટ પર જે ઈશ્યૂ બન્યો તેમાં સિંગલ એન્ટ્રી વિઝા કારણભૂત છે. જો કે બેન સ્ટોક્સે આ ઈશ્યૂનું નિરાકરણ આવી ગયું હોવાની માહિતી પણ પ્રેસ કોન્ફરન્સમાં પૂરી પાડી હતી.
અમારી ટીમના ખેલાડી રેહાનનો રાજકોટ એરપોર્ટ પર જે ઈશ્યૂ બન્યો તેમાં સિંગલ એન્ટ્રી વિઝા કારણભૂત છે. જો કે આ ઈશ્યૂનું નિરાકરણ પણ આવી ગયું છે...બેન સ્ટોક્સ(કેપ્ટન, ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ)
- Ind Vs Eng Test: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ, રાજકોટમાં બંને ટીમોએ કરી નેટ પ્રેકટિસ
- Rajkot: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી, રાજકોટ એરપોર્ટ પર પ્રથમ વખત ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થઈ