પેરિસ: કુશ્તીમાં મેડલ માટેની ભારતની સૌથી મોટી આશા અંતિમ પંઘાલ બુધવારે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં તેની તુર્કી હરીફ યેતગિલ ઝેનેપના હાથે 0-10થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ શરૂઆતથી જ અંતિમ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી અને પ્રતિસ્પર્ધીએ શરૂઆતથી જ 0-10ની લીડ મેળવી હતી. આ સાથે ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે મેચ જીતી હતી. ઝેનેપે આ મેચ માત્ર 1 મિનિટ 41 સેકન્ડમાં જીતી લીધી હતી. આ સાથે ભારતની મેડલની આશા લગભગ તુટી ગઈ છે.
ફાઇનલમાં પંઘાલને કારમી હાર મળી:
તમને જણાવી દઈએ કે, વિનેશ ફોગાટની જે શ્રેણીમાં આજ સુધી રમી રહી હતી, તે શ્રેણીમાં અંતિમ પંઘાલ ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરનાર પ્રથમ મહિલા બની હતી. અને વિનેશ ફોગાટ વજન ઘટાડીને 50 કિગ્રા વાળી શ્રેણીમાં ક્વોલિફકેશન કર્યું હતું. પંઘાલ પ્રથમ રાઉન્ડમાં 101 સેકન્ડમાં હારી ગઈ હતી, જેમાં તુર્કી કુસ્તીબાજ "તકનીકી શ્રેષ્ઠતા" ના આધારે વિજયી બની હતી, જ્યાં તેણીએ તેના ભારતીય પ્રતિસ્પર્ધી પર 10 પોઈન્ટની સ્પષ્ટ લીડ મેળવી હતી.
પ્રતિસ્પર્ધી ઝેનેપ સંપૂર્ણ નિયંત્રણમાં હતી કારણ કે, તેણીએ બે પોઈન્ટ માટે પ્રથમ ફાઈનલ પિન કરી હતી, પછી વધુ બે પોઈન્ટ મેળવ્યા હતા અને પછી ચાર પોઈન્ટ મેળવવા માટે ડબલ ફ્લિપ કર્યું હતું, જ્યારે રેફરીએ સ્પર્ધા રોકી દીધી ત્યારે પંઘાલની આંખમાં આંસુ આવી ગયા હતા. જો કે, જો ઝેનેપ ફાઈનલ માટે ક્વોલિફાય થશે તો એન્ટ્રીમને રિપેચેજમાં તક મળશે.
- 'સિલ્વર મેડલ માટે વિચારણા થવી જોઈએ', સાંસદોએ વિનેશ ફોગાટના પ્રયાસોની કરી પ્રશંસા… - Paris Olympics 2024