ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને અનુભવી ગોલકીપર શ્રીજેશે નિવૃતિ જાહેર કરી, ચાહકો માટે લખી ઈમોશનલ નોટ... - Paris Olympics 2024

હોકીના ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશે તેના X હેન્ડલ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. ભારત વિ. સ્પેન બ્રોન્ઝ મેડલ મેચ શ્રીજેશ માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે, જે આ મેચના અંતે હોકીને અલવિદા કહી દેશે. વાંચો વધુ આગળ…

ગોલકીપર શ્રીજેશ
ગોલકીપર શ્રીજેશ (ETV Bharat)

By ETV Bharat Sports Team

Published : Aug 8, 2024, 6:04 PM IST

Updated : Aug 8, 2024, 7:06 PM IST

નવી દિલ્હી: ભારતીય ટીમની જર્સીમાં છેલ્લી વખત મેચ રમવા જતા પહેલા , સુપ્રસિદ્ધ હોકી ગોલકીપર પી.આર શ્રીજશે કહ્યું કે, "દરેક બચાવ, દરેક ડાઇવ અને દરેક ગર્જના તેના બાકીના જીવન માટે તેના આત્મામાં ગુંજશે. તેમણે તેમની શાનદાર કારકિર્દીને અસાધારણ કરતાં ઓછી નથી ગણાવી અને તેમનામાં વિશ્વાસ કરવા બદલ તેમના 150 કરોડ દેશવાસીઓનો આભાર માન્યો.

ભારતીય પુરૂષ હોકી ટીમ ગુરુવારે અહીં પેરિસ ઓલિમ્પિક 2024માં સ્પેન સામે બ્રોન્ઝ મેડલ મેચ રમશે, જેનો હેતુ ટોક્યો ગેમ્સ પછી સતત બીજી વખત પોડિયમ ફિનિશ હાંસલ કરવાનો છે. આ મેચ પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રીજેશની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે.

36 વર્ષીય શ્રીજેશ, જે કેરળનો છે, તે તેની 18 વર્ષની શાનદાર કારકિર્દીને આજની મેચ પર સમાપ્ત કરવા માંગે છે અને છેલ્લી વખત તેના સાથી ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરવા અને ભારત માટે મેડલ જીતવા માંગે છે.

શ્રીજેશે તેના X હેન્ડલ પર લખ્યું, 'જ્યારે હું છેલ્લી વખત પોસ્ટ કરી રહ્યો છું, ત્યારે મારું હૃદય કૃતજ્ઞતા અને ગર્વથી ભરાઈ ગયું છે. એક યુવાન છોકરાથી લઈને ભારતના સન્માનની રક્ષા કરનાર વ્યક્તિ સુધીની આ સફર અસાધારણથી ઓછી નથી. આજે હું ભારત માટે મારી છેલ્લી મેચ રમીશ. દરેક બચાવ, દરેક ડાઇવ, ભીડની દરેક ગર્જના હંમેશા મારા આત્મામાં ગુંજશે. મારામાં વિશ્વાસ કરવા અને મારી સાથે ઉભા રહેવા બદલ ભારતનો આભાર. આ અંત નથી, પરંતુ અદ્ભુત યાદોની શરૂઆત છે."

તમને જણાવી દઈએ કે, અનુભવી ગોલકીપર સારા ફોર્મમાં છે કારણ કે, તેણે ટૂર્નામેન્ટમાં કેટલાક શાનદાર રમતો રમ્યા છે. જેમાં ગ્રેટ બ્રિટન સામે ક્વાર્ટર-ફાઇનલ શૂટ-આઉટમાં બે ગોલ રોક્યા હત્યા. જેણે ભારતને સતત બીજી ઓલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચવામાં મદદ કરી હતી. તેણે ત્રણ વર્ષ પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

2006 સાઉથ એશિયન ગેમ્સમાં પદાર્પણ કર્યા પછી, શ્રીજેશ ભારત માટે 2014 એશિયન ગેમ્સમાં ગોલ્ડ અને 2018 એશિયન ગેમ્સમાં જકાર્તા-પાલેમ્બાંગમાં બ્રોન્ઝ સહિત અનેક યાદગાર જીતનો ભાગ રહ્યો છે. તે 2018માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી અને ભુવનેશ્વરમાં 2019ની FIH મેન્સ સિરીઝ ફાઇનલ ચેમ્પિયન ટીમનો પણ એક ભાગ હતો.

  1. અમન સેહરાવતે ઓલિમ્પિકમાં ધૂમ મચાવી, 57 કિગ્રા કુશ્તીની સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું... - Paris Olympics 2024
Last Updated : Aug 8, 2024, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details