દુબઈ: એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમો વચ્ચે આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો જોવા મળ્યો હતો. 50-50 ઓવરની આ મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની અંડર-19 ટીમે મોહમ્મદ અમાનની આગેવાની હેઠળની ભારતની અંડર-19 ટીમને 43 રનથી હરાવ્યું છે.
શાહઝેબ ખાને 159 રનની તોફાની ઇનિંગ રમી:
આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન સાદ બેગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે તેણે ભારતીય કેપ્ટન મોહમ્મદ અમાનને પહેલા ફિલ્ડિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહઝેબ ખાને 159 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. આ સાથે ઉસ્માન ખાને 60 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી સમર્થ નાગરાજે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
Pakistan U19 begin their #ACCMensU19AsiaCup campaign on a winning note! 🏏
— Pakistan Cricket (@TheRealPCB) November 30, 2024
43-run victory achieved over India U19 💪#PAKvIND | #PakistanFutureStars pic.twitter.com/N3RcMEscfZ
ભારતને 43 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો:
282 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 રનમાં 10 વિકેટ ગુમાવીને માત્ર 238 રન જ બનાવી શકી હતી. ભારત માટે આયુષ મ્હાત્રે (20), વૈભવ સૂર્યવંશી (1), આન્દ્રે સિદ્ધાર્થ (15), મોહમ્મદ અમાન (16), નિખિલ કુમાર (67), કિરણ ચોરમલે (20), હરવંશ સિંહ (26), હાર્દિક રાજ (10) , સમર્થ નાગરાજ (0), મોહમ્મદ અનન (30) અને યુધાજીત ગુહા (13) રન બનાવી શક્યા હતા. આ તમામ ખેલાડીઓ સાથે મળીને પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યા ન હતા. પાકિસ્તાન તરફથી અલી રઝાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
Pakistan U19 begin their #ACCMensU19AsiaCup campaign on a winning note! 🏏
— Pakistan Cricket (@TheRealPCB) November 30, 2024
43-run victory achieved over India U19 💪#PAKvIND | #PakistanFutureStars pic.twitter.com/N3RcMEscfZ
13 વર્ષીય વૈભવ સૂર્યવંશી નિષ્ફળ ગયો
તમને જણાવી દઈએ કે બધાની નજર વૈભવ સૂર્યવંશી પર હતી. IPL 2025ની હરાજીમાં તેને રાજસ્થાન રોયલ્સ ટીમે ખરીદ્યો હતો. આ 13 વર્ષના બેટ્સમેનને IPLમાં રાજસ્થાન રોયલ્સે 1.3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બિહારના સમસ્તીપુર જિલ્લાનો આ ક્રિકેટર પાકિસ્તાન સામે 9 બોલ રમીને માત્ર 1 રનમાં પેવેલિયન પરત ફર્યો હતો. જેને ભારતની હારનું કારણ પણ ગણી શકાય.
આ પણ વાંચો: