જામનગર: કહેવાય છે કે, જામનગરની ભૂમિ ક્રિકેટરોની ભૂમિ છે, માટે અહીંથી અનેક મહાન ક્રિકેટરો નેશનલ દેશની ટીમમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં પણ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વ શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે. આ ઉપરાંત જેના નામથી સૌથી મોટી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફી રમાય છે તે જામ રણજીતસિંહ પણ જામનગરના વતની છે.
જામનગર ડીસ્ટ્રીક સ્પોટ્ર્સ કોચિંગ સેન્ટર તથા જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા આયોજિત રાજેન્દ્રસિંહ જાડેજા કપ તેમજ વામન જાની કપ ટુનર્મિેન્ટની ગઇકાલે ફાઇનલ મેચ યોજાઇ હતી. આ ટુનર્મિેન્ટમાં જામનગરની ક્રિકેટ ટીમ તેમજ રાજકોટની ક્રિકેટ ટીમ વચ્ચેનો ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં રાજકોટની ટીમે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યું હતું, જ્યારે જામનગરની ટીમ ફિલ્ડીંગ માટે મેદાનમાં ઉતરી હતી.
40 ઓવરના મેચમાં ભારે રસાકસી જોવા મળી:
આ ટુર્નામેન્ટમાં 76 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી જામનગર અને રાજકોટની ટીમ ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલ મેચમાં જામનગરનો પરાજય થયો છે અને રાજકોટ ટીમ વિજેતા બની છે. મનપા મેયર હસ્તે વિજેતા રાજકોટ ટીમ ને ટ્રોફી આપવામાં આવી છે. આ ઉપરાંત 'મેન ઓફ ઘ મેચ' અને 'મેન ઓફ ધ સિરીઝ' ને ટ્રોફી અને ઈનામ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: