કરાચી: પાકિસ્તાન ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. મોહમ્મદ રિઝવાનને તાજેતરમાં બાબર આઝમની જગ્યાએ મર્યાદિત ઓવરનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પછી તરત જ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી 'ગેરી કર્સ્ટને' પાકિસ્તાનના કોચ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કર્સ્ટનની તાલીમ હેઠળ જ ભારતીય ટીમે 2011 ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તે ઉત્તમ વ્યૂહરચના બનાવવા માટે જાણીતો છે. પરંતુ પાકિસ્તાન સાથેનો તેમનો કાર્યકાળ લાંબો ચાલ્યો નહીં.
8 મહિનામાં રાજીનામુંઃગેરી કર્સ્ટને પાકિસ્તાનની ODI અને T20 ટીમના મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપી દીધું છે. કર્સ્ટનને એપ્રિલ 2024માં જ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આ પદ પર માત્ર 8 મહિના જ રહી શક્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં કોચ પાસેથી પસંદગીના અધિકારો છીનવી લીધા હતા અને તેમને પસંદગી સમિતિનો ભાગ પણ બનાવવામાં આવ્યો ન હતો. જોકે કર્સ્ટન તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.
T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી:
પાકિસ્તાનની નવી પસંદગી સમિતિમાં હાલમાં આકિબ જાવેદ, અલીમ દાર, અઝહર અલી, અસદ શફીક અને હસન ચીમાનો સમાવેશ થાય છે, જ્યારે કોચ અને કેપ્ટનને હટાવી દેવામાં આવ્યા છે. કર્સ્ટનના કોચિંગ હેઠળ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માં સારું પ્રદર્શન કરી શકી ન હતી અને ટીમને લીગમાંથી બહાર થવું પડ્યું હતું. આ પછી બાબર આઝમે સુકાની પદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી મોહમ્મદ રિઝવાનને પાકિસ્તાનનો નવો સીમિત ઓવરનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
જેસન ગિલેસ્પી લિમિટેડ ઓવરના કોચ:
મોહમ્મદ રિઝવાનના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા-ઝિમ્બાબ્વે પ્રવાસ પર ODI અને T20 શ્રેણી રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગેરી કર્સ્ટનનું રાજીનામું સ્વીકારી લીધું છે. જેસન ગિલેસ્પી હવે આવતા મહિને ઓસ્ટ્રેલિયા સામે સફેદ બોલના પ્રવાસ માટે પાકિસ્તાનની પુરૂષ ક્રિકેટ ટીમને કોચ કરશે. પાકિસ્તાન ભવિષ્યમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પણ યજમાની કરવા માંગે છે. લાંબા સમય બાદ પાકિસ્તાનને ICC ટૂર્નામેન્ટની યજમાનીનો ખિતાબ મળ્યો છે.
આ પણ વાંચો:
- ભારત ઘરઆંગણે સીરિઝ હારશે કે T20 વર્લ્ડ ચેમ્પિયન ફરીથી ટ્રોફી જીતશે? નિર્ણાયક છેલ્લી વનડે મેચ અહીયા જુઓ લાઈવ
- પાકિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન વિના જાહેર કરી ટીમ, વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટનને ટી20 ટીમમાં સ્થાન મળ્યું નહીં