નવી દિલ્હી: આજે IPL 2024માં 62મી મેચ કોલકાતા અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેના મુકાબલામાં વરસાદે ખલેલ પહોચાડી છે. KKR પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે, જ્યારે ગુજરાત હજુ પણ તેના શ્વાસ પકડી રહ્યું છે, પ્લેઓફ માટે તેની ક્વોલિફિકેશન અન્ય ટીમો પર નિર્ભર રહેશે. પરંતુ તે પહેલા તેણે પોતાની બંને મેચ જીતવી પડશે.
બંને ટીમોનું અત્યાર સુધીનું પ્રદર્શન:આઈપીએલની આ સિઝનમાં બંને ટીમોના પ્રદર્શનની વાત કરીએ તો કોલકાતાએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. KKR 12 માંથી 9 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. જ્યારે ગુજરાતે અત્યાર સુધી 12માંથી 5 મેચ જીતી છે. તે આ મેચ જીતીને પોતાની પ્લેઓફની આશા જીવંત રાખવા માંગશે.
GT vs KKR હેડ ટુ હેડ: કોલકાતા અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચોની વાત કરીએ તો, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે જેમાં ગુજરાતે 2 અને કોલકાતાએ એક મેચ જીતી છે. કોલકાતા આજે મેચ જીતીને આ રેકોર્ડની બરાબરી કરવા માંગશે. જો કોલકાતા આ મેચ જીતશે તો ટોપ 2માં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે.
પીચ રિપોર્ટ:અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેન અને બોલર બંને માટે સારી માનવામાં આવે છે. આ મેચ હાઈ સ્કોરિંગ સાથે જોઈ શકાય છે. અહીં છેલ્લી મેચમાં ગુજરાતના ઓપનિંગ બેટ્સમેન ગિલ અને સાઈ સુદર્શને સદી ફટકારી હતી. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં માત્ર 196 રન જ બનાવી શકી હતી.