ચેન્નાઈઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. 25 વર્ષીય જમણા હાથના બેટ્સમેનની ટેસ્ટ કરિયરની આ 5મી સદી છે, જેના કારણે તેણે વિરાટ કોહલીનો એક શાનદાર રેકોર્ડ તોડ્યો છે.
ગિલે ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસે સદી ફટકારીને વિરાટનો રેકોર્ડ તોડ્યો અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી પાછળ બીજું સ્થાન હાંસલ કર્યું. શનિવારે બાંગ્લાદેશ સામે ફટકારેલી સદી ગિલની ટેસ્ટ ક્રિકેટ અને WTCમાં 5મી સદી છે, જેના કારણે તે હવે વિરાટ કોહલી, રિષભ પંત અને મયંક અગ્રવાલની 4-4 સદીથી આગળ નીકળી ગયો છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાનો એકંદર રેકોર્ડ કેપ્ટન રોહિત શર્માના નામે છે. 37 વર્ષીય જમણા હાથના બેટ્સમેને અત્યાર સુધી રમાયેલી 33 WTC મેચોમાં 9 વખત 100 રનનો આંકડો પાર કર્યો છે.
WTCમાં ભારત માટે સૌથી વધુ સદીઓ :
રોહિત શર્મા - 9
શુભમન ગિલ - 5