હૈદરાબાદ: વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી અને ક્રિકેટમાં 'યુનિવર્સ બોસ' તરીકે પ્રખ્યાત ક્રિસ ગેલને સામે જોઈને સારા બોલરો પણ પોતાની લાઇન અને લેન્થ ભૂલી જતા હતા. વેસ્ટ ઈન્ડિઝના આ શાનદાર બેટ્સમેનનો જન્મ 21 સપ્ટેમ્બર 1979ના રોજ જમૈકાના કિંગ્સટનમાં થયો હતો. ક્રિસ ગેલે વેસ્ટ ઈન્ડિઝ માટે 483 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને આ દરમિયાન તેણે ટીમને ઘણી યાદગાર જીત અપાવી છે.
ક્રિસ ગેલે તેમની ક્રિકેટ કારકિર્દીમાં તમામ ફોર્મેટમાં ઘણા રેકોર્ડ બનાવ્યા. જેમાં ટેસ્ટમાં ત્રેવડી સદી, વનડેમાં બેવડી સદી અને T20માં ઘણી સદી સામેલ છે. ક્રિકેટના મેદાન પર ગેઈલની ઉપલબ્ધિઓ અગણિત છે. ક્રિસ ગેલ વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. ટી20 ફોર્મેટની વાત કરીએ તો ગેલે આ ફોર્મેટમાં 14,000 થી વધુ રન બનાવ્યા છે અને 1,000 થી વધુ સિક્સર ફટકારી છે. દુનિયામાં એવી કોઈ ટી-20 લીગ નથી જેમાં ગેલ ન રમ્યો હોય.
ક્રિસ ગેલના એક અનોખો રેકોર્ડ: