અમદાવાદઃ ભારત અને ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણ મેચની સિરીઝ રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 59 રને હરાવ્યું. ન્યૂઝીલેન્ડની ટીમ થોડા દિવસો પહેલા જ મહિલા T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન બની હતી. ગુજરાતની રાધા યાદવનો બોલિંગમાં દબદબો રહ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા ભારતે કિવી ટીમને 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પીછો કરતા કિવી ટીમ 168 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાએ 59 રનથી મેચ જીતી લીધી હતી. ભારત તરફથી બેટિંગની વાત કરીએ તો તેજલ હસબનિસે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગ 64 બોલમાં 3 ચોગ્ગાની મદદથી રમી હતી.
દીપ્તિ શર્માના 51 બોલમાં 41 રન
આ સિવાય દીપ્તિ શર્માએ 51 બોલમાં 41 રન, યાશિકા ભાટિયાએ 33 બોલમાં 37 રન, જેમિમાહ રોડ્રિગ્સે 36 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ તમામ બેટ્સમેનોમાં શેફાલી વર્માએ સૌથી ઝડપી 150 રનની સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી હતી. શેફાલીએ 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા.