પંચમહાલ: કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને પંચમહાલ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. લુણાવાડા 122 વિધાનસભા સીટ પર 26,700 મતની લીડથી જીતેલ ઉમેદવારને લોકસભાની ટિકિટ મળતાં ગુલાબસિંહના સમર્થકોમાં ભારે મતોથી જીતની આશા વ્યકત કરી છે. ત્યારે OBC નેતા અને મહિસાગર જિલ્લાના વતની ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષમાંથી લોકસભાની ટિકિટ મળતા કાંટે કી ટક્કર જોવા મળે તેમાં નવાઈ નહી.
મહીસાગર જિલ્લાના વતની ભાજપ સાંસદ રતનસિંહ રાઠોડની ટિકિટ કપાતા કોંગ્રેસે ગુલાબસિંહ પર મોહર લગાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે ગુલાબસિંહ ચૌહાણ લોકસભા સીટ જીતે તો લુણાવાડા વિધાનસભાની ચૂંટણી ફરી આવી શકે છે. ગુલાબસિંહ ચૌહાણના નામની મોહર લાગતા કોંગ્રેસ કાર્યકરોએ જીતની આશા વ્યક્ત કરી છે.
આજે ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે. એમાં પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીજી, પ્રદેશમાંથી શક્તિ સિંહ ગોહિલ અમિત ચાવડા, તેમજ અમારા કોંગ્રેસનાં કાર્યકરો મિત્રો તેમજ મતદાર ભાઈઓનો આભાર માનું છું. મને જે પસંદ કરવામાં આવ્યો, લોકસભાની સીટ હું સો ટકા જીતીશ એની ખાતરી આપું છું. - ગુલાબસિંહ ચૌહાણ, કોંગ્રેસ ઉમેદવાર અને ધારાસભ્ય
રાજકીય કારકિર્દી: ગુલાબસિંહ ચૌહાણ 2006થી 2010 સુધી વિરાણીયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે. 2015 થી 2020 સુધી જિલ્લા પંચાયત મહીસાગરના સભ્ય રહ્યા છે. 2019 અને 2022ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ ઉપરાંત તેઓ મહીસાગરમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ, જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી છે.
કોણ છે રાજપાલ સિંહ જાદવ ? હવે ભાજપ સાંસદ રતનસિંહ રાઠોડ માટે લુણાવાડા વિધાનસભા બેઠકમાં ભાજપનો પરાજય એ હાથ ના કર્યા હૈયે વાગ્યા હોવાની ચર્ચાઓ પુનઃ તેજ બની છે. રાજપાલસિંહ જાદવ મુળ કાલોલ તાલુકાના કરોલી ગામના વતની છે,અને બીએ થયેલા છે. ૧૯૯૮ની સાલમાં રાષ્ટ્રીયસ્વયં સેવક સંઘમાં જોડાયા બાદ 2000થી ભાજપમાં તેઓ સક્રિય છે. આર્ટસ કોલેજના જીએસ સાથે જાહેર જીવનમાં પ્રવેશ કરનાર રાજપાલ સિંહ વર્ષ ૨૦૦૧માં કરોલી ગ્રામ પંચાયતના સભ્ય બન્યા અને ૨૦૧૭માં જિલ્લા પંચાયતની કરોલી બેઠક પરથી જીત મેળવી જ્યારે ૨૦૧૯માં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. વર્ષ ૨૦૨૧થી જિલ્લા ભાજપના ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળનાર રાજપાલસિંહને સીધા લોકસભામાં લઈ જવાનો ભાજપે નિર્ણય કરી તેમને ટિકિટ ફાળવતા સમગ્ર પંચમહાલ જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે રાજપાલસિંહ માત્ર ૪૧ વર્ષના છે જેઓ લોકસભાની સીધી ચૂંટણી લડશે.
- આણંદ લોકસભા બેઠક પર હવે પાટીદાર v/s ક્ષત્રિયની જંગ, અમિત ચાવડાને ટિકિટ મળતાં ભાજપના મિતેશ પટેલ સામે લડશે ચૂંટણી - Anand Lok Sabha Seat
- કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર, અમિત શાહ સામે સોનલ પટેલ, આણંદથી અમિત ચાવડા લડશે - lok sabha election 2024
- Kheda Lok Sabha Seat: સતત ત્રીજી વખત સાંસદ દેવુસિંહ ચૌહાણને ખેડા લોકસભા બેઠક પરથી રિપીટ કરાયા
- અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે જેની ઠુંમરને બનાવ્યા ઉમેદવાર, આવી છે રાજકીય-સામજીક કારકિર્દી... - lok sabha election 2024
- હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા - Gandhinagar Lok Sabha Seat