નવી દિલ્હીઃદેશમાં સતત ત્રીજી વખત મોદી સરકાર સત્તાના સિંહાસન પર બિરાજમાન થવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે અને આવતીકાલે એટલે કે 9 જૂન રવિવારના રોજ તેઓ શપથગ્રહણ કરશે. NDA સરકારના શપથગ્રહણ સમારોહમાં દેશ-વિદેશના ટોચના નેતા અને મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
દેશમાં ત્રીજી વાર મોદી સરકાર, આવતીકાલે નવી સરકારનો શપથ ગ્રહણ - Narendra Modi to take oath as PM - NARENDRA MODI TO TAKE OATH AS PM
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે અને આવતીકાલે એટલે કે 9 જૂન રવિવારના રોજ તેઓ શપથગ્રહણ કરશે. NDA સરકારના શપથગ્રહણ સમારોહમાં દેશ-વિદેશના ટોચના નેતા અને મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. Narendra Modi to take oath as PM
Published : Jun 8, 2024, 9:45 AM IST
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. NDAએ રાષ્ટ્રપતિને પોતાનો ટેકો દર્શાવતો પત્ર સુપરત કર્યો હતો અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. હવે 9 જૂને એટલે કે આવતીકાલે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે, તેમના શપથ ગ્રહણને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ફરી એકવાર એનડીએની સરકાર બનવા જઈ રહી છે. એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા. સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા પછી, નરેન્દ્ર મોદી ગઈકાલે શુક્રવારની સાંજે રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો.