નવી દિલ્હીઃ નેપાળમાં પુષ્પ કમલ દહલની સરકાર પડી ભાંગ્યા બાદ કેપી શર્મા ઓલી નેપાળના નવા વડાપ્રધાન બન્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલીને નેપાળના ફરી વડાપ્રધાન બનવા બદલ શુભકામના પાઠવી છે. હવે ઓલી વડાપ્રધાન બન્યા પછી ભારત-નેપાળના સંબંધોમાં શું પરિવર્તન આવે છે તે જોવું રહ્યું.
કેપી શર્મા ઓલી બન્યાં નેપાળના વડાપ્રધાન, PM મોદીએ આપી શુભકામના - k p sharma become pm of nepal - K P SHARMA BECOME PM OF NEPAL
કેપી શર્મા ઓલી નેપાળના નવા વડાપ્રધાન બન્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલીને નેપાળના ફરી વડાપ્રધાન બનવા બદલ શુભકામના પાઠવી છે અને બંને દેશો સંબંધો મજબૂત થાય અને તમામ સ્તરે પરસ્પર સહયોગ વધે તેવી આશા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ આગળ શું લખ્યું છે તેમના શુભેચ્છા સંદેશમાં જાણો વિસ્તારથી... k p sharma oli sworn
Published : Jul 15, 2024, 12:24 PM IST
રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રવિવારે 72 વર્ષીય CPN-UML પ્રમુખ કેપી શર્મા ઓલીને નેપાળના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ચીનના સમર્થક ઓલીએ સોમવારે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલીને નેપાળના ફરી વડાપ્રધાન બનવા પર એક્સ પર શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શુભેચ્છા સંદેશમાં લખ્યું છે, 'નેપાળના વડાપ્રધાન પદે આપની નિયુક્તી પર શુભેચ્છા. આપણા બંને દેશો વચ્ચે સંબંધો વધુ ગાઢ અને મજબૂત કરવા તેમજ આપણા દેશવાસીઓની પ્રગતિ અને સમૃદ્ધી માટે આપણે પારસ્પરિક રીતે લાભકારી સહયોગને વધુ વેગ આપવા માટે મળીને કામ કરવા માટે તત્પર છે.'