અમરેલી: સાવરકુંડલામાં એક શખ્સ ATM ની તસ્કરી કરતો જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં વધુ એક વખત એક યુવકે સાવરકુંડલા શહેરમાં દરબારગઢ ખાતે આવેલા એટીએમમાં ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. સાવરકુંડલા શહેરમાં આવેલા એટીએમમાં તોડફોડ કરી માત્ર 400 રૂપિયાની ચોરી થઈ હતી. નગરપાલિકાના આ કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો.
જાણો સમગ્ર ઘટના: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલા દરબારગઢ વિસ્તારની અંદર એસબીઆઇ બેન્ક આવેલી છે. આ બેંકની અંદર રાત્રિના સમયે અજાણ્યા એક યુવક દ્વારા એટીએમ તોડી અને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આખરે બેંક મેનેજરને જાણ થતા બેંક મેનેજર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ATM માંથી માત્ર 400 રૂપિયાની ચોરી: આખરે પોલીસને મળેલી બાતમી હકીકત અને ચોક્કસ માહિતીના આધારે તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આનંદ સરૈયા નામના યુવકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે યુવકની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરવામાં આવતા યુવકે ચોરી કર્યાના ગુનો કબુલ કર્યો હતો. જેથી યુવકને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આર્થિક સંકડામણના કારણે ચોરીને અંજામ આપ્યો હોવાનું યુવકે જણાવ્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. બાદમાં યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ATM માંથી માત્ર 400 રૂપિયાની ચોરી કરવામાં આવી હતી અને ધરપકડ કર્યા બાદ એએસપી એ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
આ પણ વાંચો: