રશિયા : લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના કઝાન શહેર પર મોટો હુમલો થયો છે. સમાચાર છે કે યુક્રેન દ્વારા ત્રણ મોટી ઈમારતોને નિશાન બનાવવામાં આવી છે. આ હુમલા ડ્રોન વડે કરવામાં આવ્યા છે. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ હુમલા બાદ રશિયાના કઝાનમાં ખળભળાટ મચી ગયો છે.
રશિયામાં યુક્રેનનો ડ્રોન હુમલો : રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકે સોશિયલ મીડિયા X પર આ અંગેની માહિતી આપી છે. આ મુજબ યુક્રેને રશિયન શહેર કઝાનમાં નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલા કર્યા હતા. યુક્રેને કાઝાનમાં નાગરિક લક્ષ્યો પર હુમલો કરવા માટે જુદી જુદી દિશામાંથી ડ્રોન હુમલા શરૂ કર્યા. દરમિયાન, રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ત્રણ ડ્રોનનો નાશ કરવામાં આવ્યો છે.
❗️UKRAINE MOUNTED THREE WAVES OF DRONES TO ATTACK CIVILIAN INFRASTRUCTURE IN RUSSIAN CITY OF KAZAN
— Sputnik (@SputnikInt) December 21, 2024
Kiev used three waves of drone attacks from different directions to hit civilian targets in Kazan; three drones were destroyed, and three more were suppressed by electronic… pic.twitter.com/RyyV5I4r9X
9/11 હુમલાની યાદ અપાવી : આ હુમલો અમેરિકાના 9/11 હુમલાની યાદ તાજી કરી રહ્યો છે. રશિયન ઉડ્ડયન નિરીક્ષક રોસાવિયેટ્સિયાના જણાવ્યા અનુસાર રશિયાના કાઝાન એરપોર્ટે શહેર પર યુક્રેનિયન ડ્રોન હુમલાને પગલે તમામ ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.
ડ્રોન હુમલાનો વીડિયો વાયરલ : રશિયન સમાચાર એજન્સી સ્પુટનિક દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ડ્રોન ઈમારત સાથે અથડાઈ રહ્યું છે. આ પછી જોરદાર વિસ્ફોટ થયો અને ઈમારતમાં આગ લાગી ગઈ. આ ઈમારતોમાં લોકો રહેતા હતા કે નહીં તેની માહિતી મળી નથી. આ હુમલાને લઈને પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે કઝાનમાં યુક્રેનનું એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે.
યુક્રેન પર રશિયાનો હુમલો : આ પહેલા પણ રશિયા યુક્રેન પર ડઝનબંધ મિસાઈલ અને ડ્રોન છોડી ચૂક્યું છે. આ હુમલામાં કિવની રાજધાનીમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે, રશિયાએ ગુરુવારે રાત્રે 60 ડ્રોન છોડ્યા હતા, જોકે 20 તેમના લક્ષ્યો સુધી પહોંચતા પહેલા તોડી પાડવામાં આવ્યા હતા. દેશભરના શહેરો અને નગરો પર પાંચ બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી.