ETV Bharat / state

અમદાવાદ: પાર્સલ બ્લાસ્ટના 3 આરોપી ઝડપાયા, આરોપીના ઘરેથી મળી વિસ્ફોટક સામગ્રી - PARCEL BLAST CASE

અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે. એટલું જ નહીં આરોપીઓના કબુલાત નામામાં ચોંકાવનારા ખુલાસા પણ થયાં છે.

અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટના 3 આરોપી ઝડપાયા,
અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટના 3 આરોપી ઝડપાયા, (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

અમદાવાદ: 21 ડિસેમ્બર શનિવારના રોજ અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા શિવમ રો હાઉસમાં એક ઘરમાં પાર્સલ બ્લાસ્ટની ઘટના બની હતી. ત્યારે પાર્સલ લઈ આવનાર એક આરોપીને ઘટના સ્થળેથી જ તાત્કાલિક પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય મુખ્ય આરોપીઓને પણ આજે 22 ડિસેમ્બરના રોજ પકડી પાડવામાં આવ્યા છે, અને તેમની સાથે બોમ્બ બનાવવાની સામગ્રી સહિત બે જીવતા બોમ્બ પણ ઝડપાયા છે.

શનિવાર 21 ડિસેમ્બરે ઘટી હતી ઘટના

ગત 21 ડિસેમ્બર 2024ના રોજ સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવમ રો હાઉસ ખાતે રહેતા બળદેવભાઈ વિઠ્ઠલભાઈ સુખડિયા નામના વ્યક્તિને સવારના 10:30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ કપડાની થેલીમાં પાર્સલ લઈને આપવા આવ્યો હતો. ત્યારે પાર્સલ વાળી થેલી માથી ધુમાડો નીકળી બ્લાસ્ટ થતા બળદેવભાઈ તથા તેમના કાકાના દીકરા કિરીટભાઈ તેમજ પાર્સલ લઈને આવનાર વ્યક્તિને ઈજા થઈ હતી. આ બાબતે બળદેવભાઈ સુખડિયા દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટના 3 આરોપી ઝડપાયા (Etv Bharat Gujarat)

પાર્સલમાં બોમ્બ ઘટનાની હાઈલાઈટ્સ

  • 21 ડિસેમ્બર 2024ના રોજ સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસમાં બની ઘટના
  • હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા બળદેવભાઈ વિઠ્ઠલભાઈ સુખડિયાને ઘરે આવ્યું પાર્સલ
  • ગૌરવભાઈ ગઢવી સાથે અનય એક આરોપી બળદેવભાઈને ઘરે પાર્સલ આપવા આવ્યા
  • પાર્સલ આપતાની સાથે પાર્સલમાં થયો બ્લાસ્ટ
  • બળદેવભાઈના કાકાના દીકરા કિરીટભાઈ તેમજ પાર્સલ લઈને આવનાર વ્યક્તિને ઈજા થઈ
  • પાર્સલ બ્લાસ્ટની ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
  • પોલીસે 22 ડિસેમ્બરે આ મામલે 3 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા
  • 23 ડિસેમ્બરના રોજ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગળના રિમાન્ડ માંગવામાં આવશે

ત્રણ આરોપી પોલીસની ગિરફ્તમાં

  1. રૂપેન કિશોરભાઈ રાવ (મુખ્ય આરોપી)
  2. રોહન ઉર્ફે રોકી યોગેશભાઈ રાવળ
  3. ગૌરવભાઈ નિરંજનભાઇ ગઢવી

પોલીસ દ્વારા ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું

આ બનાવના અનુસંધાને અધિક પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2, મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન તથા પોલીસ ઇન્સ્પેક્ટર સાબરમતી પોલીસ સ્ટેશન બનાવ સ્થળની એફ.એસ.એલ. બી.ડી.ડી.એસ. અને ડોગ સ્કોડ સાથે રાખી સ્થળનું પરીક્ષણ કરવા તથા આરોપીઓના નામ સરનામાં અંગે વધુ માહિતી મેળવી ગુનાની તપાસ તથા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આરોપી પાસેથી મળી વિસ્ફોટક સામગ્રી
આરોપી પાસેથી મળી વિસ્ફોટક સામગ્રી (Etv Bharat Gujarat)

આરોપીના ઘરેથી મળ્યા વિસ્ફોટક પદાર્થો

આ બનાવવામાં સંડોવાયેલા આરોપી રૂપેશ કિશોરભાઈ રાવના રહેણાંક મકાનમાં તપાસ કરતાં દેશી બોમ્બ, દેશી હથિયાર બનાવવાની સાધન સામગ્રી, વિસ્ફોટક પદાર્થ તેમજ મશીનરી મળી આવતા સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ કમિશનર અમદાવાદ શહેર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર દ્વારા ઉપરોક્ત બનાવવાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓ અન્ય વધુ ગંભીર ગુનો આચાર્ય તે પહેલા તાત્કાલિક પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

સંખ્યા બધ CCTV અને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા આરોપીઓને પકડી પડાયા

આ અનુસંધાને એન. એચ. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સાબરમતી પોલીસ સ્ટેશન તથા કે. ડી. પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ ડિવિઝન ઝોન 2 દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા સંખ્યાબંધ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી તેમજ સતત ટેકનીકલ એનાલિસિસ કરી તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સ કામે લગાવી આરોપીને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હતા.

પોલીસે ગણતરીની કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડ્યા
પોલીસે ગણતરીની કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડ્યા (Etv Bharat Gujarat)

ક્રેટા કાર માંથી જીવતા બોમ્બ સાથે પકડાયા

દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. ડી. પટેલ તથા એલસીબી ઝોન 2 ટીમને મળેલ ખાનગી ચોક્કસ બાતમી હકીકત આધારે સાબરમતી પોલીસ સ્ટાફ સાથે રાખી ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વધુ ગંભીર ગુનો આચાર્ય તે પહેલા સમય સૂચકતા વાપરી હિંમતપૂર્વક ક્રેટા કારમાંથી જીવતા બોમ્બના બે નંગ તથા દેશી બનાવટના હથિયારના એક નંગ તેમજ જીવતા કાર્ટીઝ પકડી પાડી બી.ડી.ડી.એસ તેમજ એફ.એસ.એલની ટીમની મદદ મેળવી બોમને ડિફ્યુઝ કરી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મુખ્ય આરોપી રૂપેન રાવ સાથે રોહન ઉર્ફે રોકી રાવળ અને ગૌરવ ગઢવી
મુખ્ય આરોપી રૂપેન રાવ સાથે રોહન ઉર્ફે રોકી રાવળ અને ગૌરવ ગઢવી (Etv Bharat Gujarat)

આરોપી રૂપેન પર અન્ય બે કેસ પણ છે

જો આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો મુખ્ય આરોપી રૂપેન કિશોરભાઈ રાવ ગોદાવરી એપાર્ટમેન્ટ ગાયત્રી સ્કૂલની પાછળ ડી કેબિન સાબરમતી અમદાવાદ શહેરમાં રહે છે, તેના ઉપર બનાસકાંઠા ભાભર પોલીસ સ્ટેશનમાં ધી પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ છે, તેમજ મહેસાણા લાડોલ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ છે.

આરોપીઓની ગુનાહિત ઇતિહાસ

અન્ય આરોપી રોહન ઉર્ફે રોકી યોગેશભાઈ રાવળ કે જેની ઉંમર 21 વર્ષ છે, તે ગુજરાત હાઉસિંગ બોર્ડ બહુચર ચોક ચાંદખેડા વિસ્તારમાં રહે છે, તથા અન્ય આરોપી કે જેમના દ્વારા બળદેવભાઈની ઘરે પાર્સલ લઈ જવામાં આવ્યું હતું. ગૌરવભાઈ નિરંજનભાઇ ગઢવી કે જેઓની ઉંમર માત્ર 19 વર્ષ છે તે ગોદાવરી એપાર્ટમેન્ટ ગાયત્રી સ્કૂલ ની પાછળ ડી કેબિન સાબરમતી વિસ્તારમાં રહે છે.

શા માટે રચ્યુ હતું ષડયંત્ર ?

આ કામના મુખ્ય આરોપી રૂપેન રાવ તેઓની પત્ની હેતલબેનને તેમના સહકર્મી બળદેવભાઈ સુખડિયા સાથે છેલ્લા એકાદ વર્ષથી આડા સંબંધ હોવાનો તેમજ આ બળદેવભાઈ આરોપી રૂપેન અને તેમની પત્નીની વચ્ચે દખલ અંદાજ કરી તેઓના પારિવારિક જીવનમાં બાળક અને પત્નીથી દૂર કરી રહેલ હોવાના વહેમ હતો તેમજ આરોપી રૂપેન પેટના રોગની બીમારીથી પીડાતા હતો. અવારનવાર પત્ની હેતલ અને સસરા અને સાળા દ્વારા તેઓને નિર્બળ હોવાનો અહેસાસ કરાવતા હોવાથી તેઓ પરિવારથી એકલા પડી જતા મનમાં માઠું લાગી આવતા ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ તેમાં દેશી બનાવટના હથિયાર બનાવી તેમના સસરા, સાળા તેમજ બળદેવભાઈને મોત નીપજાવી પત્ની હેતલબેનને પરિવારથી છુટા પાડી એકલતાનો અહેસાસ કરાવવા માંગતા હોય તેથી ગંધક પાવડર, બ્લેડ, બેટરી, ચારકોલ, ફટાકડાનો ગન પાવડર વગેરે સામગ્રી ભેગી કરી રિમોટ સંચાલિત બોમ તેમજ દેશી તમંચો બનાવી કાવતરું રચવામાં આવ્યું હતું.

આગલી રાત્રે પણ બોમ્બ લઈ ગયો હતો પણ પ્લાન કેન્સલ થયો

આરોપી રોહન છેલ્લા છ માસથી રૂપેન રાવની સાથે ગોદાવરી એપાર્ટમેન્ટના ઘરકામ કરી સાર સંભાળ રાખતા હોય તેથી આર્થિક લાલચમાં આવી રૂપેન રાવના કહેવાથી બનાવની આગળની રાત્રે બળદેવભાઈને મારવાના ઇરાદે પાર્સલમાં બોમ્બ લઈ ગયેલ પરંતુ બળદેવભાઈ ઘરે હાજર ન હોવાથી પ્લાન કેન્સલ કરી બીજા દિવસે સવારે ગૌરવ ગઢવીને પાર્સલ આપવા સારું મોકલી પોતે દૂર ઊભા રહીએ રિમોટ વડે બ્લાસ્ટ કરી ગુનો કરી ભાગી ગયેલ હોય બાદમાં હેતલબેન ના પિતા તથા ભાઈને આવા જ પ્રકારના હત્યા તેમજ બોમ્બ વડે મારવાની ફિરાકમાં હતા.

કોર્ટમાં હાજર કરી રિમાન્ડ માંગવામાં આવશે

આવતીકાલે 23 ડિસેમ્બરના રોજ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગળના રિમાન્ડ માંગવામાં આવશે, ત્યારે વધુ અન્ય માહિતી પ્રાપ્ત થશે કે કેવી રીતે તેઓ બોમ્બ બનાવતા હતા અન્ય કઈ જગ્યાએ અને કેમ તેવો બોમ્બ બ્લાસ્ટ કરવાના ફીરાકમાં હતા અને કોને કોને મોતને ઘાટ ઉતારવાના કાવતરા તેમના દ્વારા રચવામાં આવ્યા હતા.

  1. અમદાવાદના ચાંદખેડામાં પાર્સલ બ્લાસ્ટની ઘટના, બે ઈજાગ્રસ્ત, પોલીસને રિમોટ વડે બ્લાસ્ટ કરાયાની આશંકા
  2. અમદાવાદમાં આતંક ફેલાવનારના રિમાન્ડ મંજૂર, એક આરોપી સામે તો 43 ગુના નોંધાયા

Last Updated : 4 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.